ગુજરાત

gujarat

ETV Bharat / city

સાયન્સ સીટી ખાતે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા સાયન્સ સિટીના વેપારીઓએ પોતાની માટે જાતે જ લોકડાઉન જાહેર કરી ઓફિસ અને દુકાનો બંધ રાખી હતી. વેપારીઓએ શનિવાર અને રવિવાર સુધી પોતાના માટે સ્વયંભૂ જાહેર કર્યું છે.

Ahmedabad news
Ahmedabad news

By

Published : Apr 11, 2021, 12:02 PM IST

  • વેપારીઓએ કર્યુ સ્વયંભૂ લોકડાઉન
  • સાયન્સ સિટીના વેપારીઓ ઉતર્યા લોકડાઉન પર
  • કોરોનાની ચેન તોડવાનો વેપારીઓનો પ્રયાસ

અમદાવાદ : કોરોનાના કેસમાં સતત વધારો થતા લોકો ચિંતામાં મૂકાયા છે. વળી આ ચેનને તોડવા માટે આપસી મેળાવડા બંધ કરી સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું ફરજિયાત છે, ત્યારે સાયન્સ સિટીના વેપારીઓએ પોતાનો એક પ્રયાસ શરુ કર્યો છે. જે તમામ વેપારીઓ માટે પ્રેરણાદાયક સાબિત થઇ રહ્યો છે.

સાયન્સ સીટી ખાતે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું

આ પણ વાંચો :આણંદમાં વધતા કોરોના સંક્રમણને લઇ જિલ્લાના 6 ગામડાઓમાં સ્વંયભૂ લોકડાઉન, જુઓ વિશેષ અહેવાલ...

2,000થી વધુ વેપારીઓએ લોકડાઉનનું પાલન કર્યું

સાયન્સ સીટી ખાતે આવેલા સુકન મોલ બંધ રહ્યો હતો. તેમજ અન્ય દુકાનો અને ઓફિસ થઇ 2,000 વેપારીઓએ પોતાની માટે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી તેનું પાલન કર્યું હતું. વળી જે જરૂરિયાત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓએ સવારે 7- 11 વાગ્યા સુધી અને સાંજે 4- 7વાગે સુધી જ દુકાનો ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું.

લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details