- GTUમાં ટોયકાથોન 2021નો પ્રારંભ
- 80 ટકા રમકડાની આયાત કરવી પડે છે
- આત્મનિર્ભર ભારતને વેગ આપવા પ્રયાસ
અમદાવાદ: ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માની હાજરીમાં GTUમાં ટોયકેથોન 2021નો શુભારંભ કરવામાં આવ્યો છે. 24 જૂનના રોજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજીટલ માધ્યમથી સંવાદ કર્યો હતો.
વિદેશથી આયાત ઘટે તેવો પ્રયાસ
આ પ્રસંગે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં 1.5 મીલીયન ડૉલરનું રમકડાં માર્કેટ છે, જેમાંથી 80 ટકા રમકડાની વિદેશમાંથી આયાત થાય છે. આ પ્રકારના “ટોયકાથોન”થી આત્મનિર્ભર ભારતને વેગ મળશે અને વિદેશી આયાત ઘટશે.
આ પણ વાંચો : ટોય ફેર 2021નું વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન, Hand Made in Indiaની માંગ વધી
વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે
GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ભાગ લઈ રહેલાં વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, GTU વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહશે. ભારત સરકારે રમકડાં ઉધોગનો વિકાસ થાય અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે અર્થે “ટોયકાથોન 2021” નું આયોજન કર્યું છે.