- રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે વધારો
- કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય
- સંક્રમિતોને હોસ્પિટલ અથવા તો ઘરે ક્વોરન્ટાઈન કરાશે
અમદાવાદ:દેશભરમાં કોરોનાની બીજી લહેર પ્રસરી છે. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં હાલ ગંભીર કહી શકાય તેવી પરિસ્થિતિ છે. એવામાં રાજ્ય સરકારના નિયમાનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા મહારાષ્ટ્રથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આવતા પ્રવાસીઓના RT PCR ટેસ્ટ કરવાના શરૂ કરાયા છે.
મહારાષ્ટ્રથી અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓનો RT PCR ટેસ્ટ કરાશે જો રિપોર્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટાઈન એરપોર્ટ સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલના સમયમાં ગુજરાત સરકારના નિર્ણય પ્રમાણે દરેક પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને ફ્લાઇટમાં આવતા પ્રવાસીઓ મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ સ્થળો પરથી આવે તો તેમને ત્યાંથી જ ટેસ્ટિંગ કરાવીને આવવાનું હોય છે, પરંતુ જો તેમણે ટેસ્ચ ન કરાવ્યો હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ પર જ ટેસ્ટ કરવામાં આવે છે. જો એરપોર્ટ પર કરેલા ટેસ્ટમાં કોઈ પ્રવાસી પોઝિટિવ જણાય તો ત્યાંથી જ તેમને હોસ્પિટલમાં અથવા ઘરે ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.