ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં પ્રવેશ્યુ તૌકતે' વાવાઝોડુ - અમદાવાદ લોકડાઉન

'તૌકતે' વાવાઝોડુ અમદાવાદ શહેરમાં પ્રવેશ્યુ છે. જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યાનુસાર વાવાઝોડા સાથે જ ધોલેરામાં 100 કિલોમીટર પ્રતિ કલાક, ધંધુકામાં 75 કિલોમીટર પ્રતિ કલાક અને વિરમગામમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના 4 હજાર 600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

અમદાવાદ કલેકટર
અમદાવાદ કલેકટર

By

Published : May 18, 2021, 5:39 PM IST

  • અમદાવાદના સાણંદ ખાતે અથડાયું તૌકતે વાવાઝોડુ
  • બપોરથી જ અમદાવાદમાં તીવ્ર પવન સાથે વરસાદ
  • દરિયાકાંઠાનાં 4600થી વધુ લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ 'તૌકતે' વાવાઝોડુ શહેરમાંં પ્રવેશ્યું છે. ધોલેરાને બદલે સાણંદથી પ્રવેશ્યુ છે. વાવાઝોડા સાથે જ ધોલેરામાં 100 કિલોમીટર પ્રતિ કલાક, ધંધુકામાં 75 કિલોમીટર પ્રતિ કલાક અને વિરમગામમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના 4 હજાર 600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. તેમના આરોગ્યની સુવિધા અને રહેવા-જમવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યુ છે.

અમદાવાદ કલેકટર

આ પણ વાંચોઃતૌકતેની તાકાત દેખાડતો વીડિયોઃ ઉનામાં 133 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયો પવન

આગામી 06-08 કલાકમાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ શહેરમાં સોલા સિવિલ ખાતે વાવાઝોડાથી પીડિત વ્યક્તિઓ માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવેલા છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં ઓક્સિજનનો બફર સ્ટોક કરવામાં આવેલા છે. શહેરના તમામ માર્ગો ખુલ્લા છે. જો કે કેટલાક સ્થળે ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. આગામી 6 થી 8 કલાકમાં વધારે જોરથી પવન ફૂંકાશે તેમજ વરસાદ થવાની શક્યતા હોવાથી લોકોએ ઘરમાં રહેવું જોઈએ.

આ પણ વાંચોઃરાજકોટમાં તૌકતેનું તાંડવઃ 70થી વધુ વૃક્ષો થયા ધારાશાહી

તમામ ફાયરસ્ટાફ સ્ટેન્ડબાય

અમદાવાદ જિલ્લામાં NDRFની ટીમ ધોલેરા અને ધંધુકામાં કાર્યરત છે. દરેક વિસ્તારમાં નગર પાલિકાની ફાયર ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે. આશ્રિતો માટે 35 કામચલાઉ આવાસ ઉભા કરવામાં આવેલા છે. કોઈપણ હોસ્પિટલમાં વીજપુરવઠોના ખોરવાય તેવા પ્રયત્નો પણ થયા છે.

ABOUT THE AUTHOR

...view details