ગુજરાત

gujarat

ETV Bharat / city

IAS Officers Corona Positive: અગ્રસચિવ અને આરોગ્ય કમિશ્નર કોરોના પોઝિટિવ, 2 દિવસ પહેલા અનેક કાર્યક્રમમાં હતા હાજર

રાજ્યમાં મંગળવારે (4 જાન્યુઆરી)એ અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર કોરોના સંક્રમિત (Top Officers Corona Positive in Gujarat) થયા છે. તેના એક દિવસ પહેલા બંને અધિકારીઓ 15થી 18 વર્ષના (Gujarat Additional Secretary and Health Commissioner Corona Positive) કિશોરો માટે શરૂ થયેલા કોરોના રસીકરણ માટે રસીકરણ (Corona vaccination of adolescents in Gujarat) કેન્દ્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બંને અધિકારીએ કેન્દ્રિય પ્રધાન અને કોર કમિટીની બેઠકમાં પણ હાજરી આપી હતી. ત્યારે હવે આ એક ચિંતાનો વિષય બન્યો છે.

Top Officers Corona Positive in Gujarat: અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર કોરોના પોઝિટિવ, 2 દિવસ પહેલા અનેક કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત
Top Officers Corona Positive in Gujarat: અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર કોરોના પોઝિટિવ, 2 દિવસ પહેલા અનેક કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત

By

Published : Jan 5, 2022, 12:26 PM IST

અમદાવાદઃ રાજ્યમાં કોરોના રસીકરણ માટે આવતા બાળકોમાં સરળતાથી અને સત્વરે રસીકરણ મળી રહે તે માટેની વ્યવસ્થા પૂરજોશમાં કરવામાં (Corona vaccination of adolescents in Gujarat) આવી રહી છે. રાજ્યમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોનું કોરોના રસીકરણ શરૂ થઈ ગયું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય કમિશનરની ઉપસ્થિતમાં (Gujarat Additional Secretary and Health Commissioner Corona Positive) એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં 37 કિશોરને રસી આપવામાં આવી હતી. જોકે, ચિંતાની વાત એ છે કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પછીના જ દિવસે અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર કોરોના સંક્રમિત થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના (Corona Omicron Cases in Gujarat) કેસ સતત વધી રહ્યા છે. તેવામાં ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થતા (Top Officers Corona Positive in Gujarat) ચિંતા વધી છે.

આ પણ વાંચો-Corona Cases in India : ભારતમાં કોરોનાના 58,097 નવા કેસ, ઓમિક્રોનના કુલ 2,135 કેસ નોંધાયા

ગઈકાલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે થયા કોરોના સંક્રમિત

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો કોરોના રિપોર્ટ 4 જાન્યુઆરીએ પોઝિટિવ (Gujarat Additional Secretary and Health Commissioner Corona Positive) આવ્યો હતો, જેના આગલા દિવસે (3 જાન્યુઆરી)એ તેઓ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલમાં કિશોરોના રસીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત (Officers in the adolescent vaccination program) રહ્યા હતા. બીજી તરફ ગઈ કાલે (મંગળવારે) આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ પોતાના હાથે કેટલાક બાળકોને રસીકરણનું સર્ટિફિકેટ આપ્યું હતું. આ તમામ બાળકો સિનિયર તબીબોના દીકરા-દીકરીઓ હોવાથી તેઓમાં પણ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે.

બંને અધિકારીઓ આરોગ્ય પ્રધાન સાથે કાર્યક્રમમાં રહ્યા હતા ઉપસ્થિત

આ પણ વાંચો-Dharmacharya Samaroh in Riverfront 2022: રિવરફ્રન્ટ ખાતે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો, 10,000થી વધુ લોકો રહ્યા ઉપસ્થિત

બંને અધિકારી કોર કમિટીની બેઠકમાં પણ હતા ઉપસ્થિત

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ સરકાર કોર કમિટીની બેઠક કરતી હોય છે, જેમાં સરકારના પ્રધાનો અને આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે. 2 દિવસ પહેલા યોજાયેલી કોર કમિટીની બેઠકમાં પણ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત (Gujarat Additional Secretary and Health Commissioner Corona Positive) રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાનો અન્ય આરોગ્ય અધિકારી બેઠકમાં હાજર હતા.

બંને અધિકારીઓએ કિશોરોના રસીકરણ દરમિયાન તેમની સાથે કરી હતી વાતચીત

કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ મંડવિયાની બેઠકમાં પણ બંને અધિકારી હતા ઉપસ્થિત

રાજ્યમાં વધતા જતા કેસોને લઈ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે કોરોનાની વર્તમાન સ્થિતિ, ઓમિક્રોન અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાળકોના રસીકરણ મુદ્દે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં કેન્દ્રિય પ્રધાનના ડાબા હાથે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર ઉપસ્થિત (Gujarat Additional Secretary and Health Commissioner Corona Positive) રહ્યા હતા, જે એક ચિંતાનો વિષય ઉભો કર્યો છે.

કોબામાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા રસીકરણ કાર્યક્રમમાં પણ બંને અધિકારી હતા ઉપસ્થિત

CMની ઉપસ્થિતમાં કોબાની શાળા થયેલ રસીકરણમાં પણ બંને અધિકારી હતા હાજર

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોબામાં આવેલી જી. ડી. એમ. કોનાવાલા હાઈસ્કૂલ ખાતેથી 15થી 18 વર્ષના કિશોરોના કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. અહીં તેમણે રસીકરણની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તે દરમિયાન મુખ્યપ્રધાન સાથે આ કાર્યક્રમમાં અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર પણ જોવા (Gujarat Additional Secretary and Health Commissioner Corona Positive) મળ્યા હતા, જે બાળકોની સાથે હવે રાજ્યના સરકારી તંત્ર પર પણ જોખમ ઉભું થાય તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details