ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે શનિ જયંતિ, જાણો કેવી રીતે પ્રસન્ન કરવા શનિદેવને...

આજે 10 જૂન, 2021 ગુરૂવારના રોજ ન્યાયના દેવતા શનિદેવની જયંતિ છે. શનિદેવ કર્મ પ્રમાણે, રાશિ અનુસાર ફળ આપવા માટે જાણીતા છે. મેષથી લઈને મીન રાશિના તમામ લોકોએ આજે શનિદેવની પૂજા કરવી જોઈએ.

આવતીકાલે શનિ જયંતિ
આવતીકાલે શનિ જયંતિ

By

Published : Jun 9, 2021, 4:15 PM IST

Updated : Jun 10, 2021, 6:14 AM IST

● આજે શનિ જયંતિ

● સૂર્યગ્રહણ, વટસાવિત્રી વ્રત અને શનિ જયંતિનો સંયોગ

● ચાર રાશિઓને શનિની પનોતી

આજે કોણે શનિદેવની પૂજા કરવી અત્યંત જરૂરી ?

અમદાવાદઃ શનિ જયંતિ વિશે જણાવતા જ્યોતિષાચાર્ય પ્રકાશ જોશીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, ધન-મકર-કુંભ રાશિના લોકોએ ખાસ શનિદેવની પૂજા કરવી જોઈએ. કેમ કે, તેમની પનોતી ચાલી રહી છે. જ્યારે મિથુન રાશિના આઠમા નંબરે શનિદેવ છે. આથી તેમને પણ આજે શનિ દેવને રિઝવવા જોઈએ.

કાલે કોણે શનિદેવની પૂજા કરવી અત્યંત જરૂરી ?

કેવી રીતે કરવી શનિદેવની પૂજા ?

જ્યોતિષાચાર્ય જણાવે છે કે, શનિદેવ સુર્ય અને છાયા દેવીના પુત્ર છે. સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને શનિદેવને કરેણનું પુષ્પ અર્પણ કરવું જોઇએ. શનિદેવનું ધ્યાન ધરવું જોઈએ. સાથે જ 'ૐ શનિ દેવાય નમઃ' નામના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. શનિદેવને તલ, અડદ અને તેલ અર્પણ કરવા જોઇએ. શનિ ચાલીસાનું પઠન કરવું જોઈએ. પૂજા બાદ ' ૐ શનેશ્વરાય નમઃ' મંત્રનો 21, 51 કે 101 એક વાર જાપ કરવો જોઈએ. ન્યાયના દેવતાને કોરોના કાળમાં રીઝવવા ખૂબ જરૂરી છે.

કેવી રીતે થાય હવન ?

જ્યોતિષાચાર્ય જણાવે છે કે, શનિજયંતિ, સૂર્યગ્રહણ અને વડ સાવિત્રી વ્રત એમ ત્રિકોણીયો સંગમ રચાય છે. આ સંગમથી ઉત્તર ભારતમાં અતિવૃષ્ટિ થવી, તેમજ યુરોપિયન દેશોમાં ભૂસ્ખલન થવાની શક્યતાઓ છે. ત્યારે શનિ જયંતિએ છત્રીનું દાન, ગરીબોને કઠોળનું દાન, વસ્ત્રનું દાન કરી શકાય. દેવતાઓને પૂજા કરતા હવન વધુ પ્રિય હોવાથી હવનનું મહત્વ વધારે છે. હવનમાં કાળા તલ, ગાયનું ઘી અને ખજુરનો હોમ કરવો જોઈએ. આ દરમિયાન તેલનો દીવો પણ ચાલુ રાખવો જોઈએ.

આ પણ વાંચોઃ રાજકોટના કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના મોતનું રહસ્ય અંતે પોલીસે ઉકેલી નાંખ્યું

શનિદેવની પૂજાથી યમદેવ પણ પ્રસન્ન થાય છે.

શનિદેવના ભાઈ યમરાજ છે, આથી શનિદેવની પૂજાથી આ વિપરીત કાળમાં યમ યાતના ટળે છે. સાથે હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાનું પઠન પણ કરવું જોઈએ. તેમ જ્યોતિષાચાર્ય જણાવે છે.

કોરોનાના લીધે નિરાશ થઈ શકે છે ભક્તો!

ગયા વર્ષે પણ કોરોનાવાયરસના સંક્રમણને લીધે શનિદેવના મંદિરો બંધ રહ્યાં હતાં. આ વર્ષે પણ તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર દ્વારા મંદિરોમાં હજી છૂટછાટ આપવામાં આવી નથી. ત્યારે લોકોએ ઘરે રહીને જ શનિદેવની પૂજા અર્ચના કરવાની રહેશે. મંદિરોમાં ફક્ત પૂજારીઓ દ્વારા હોમ-હવન કરવામાં આવશે અને જરૂરિયાત મંદોને દાન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ vat savitri : વ્રત વિશે જાણો આ અહેવાલમાં, સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત?

Last Updated : Jun 10, 2021, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details