- વીડિયો કોન્ફ્રસિંગના માધ્યમથી મોદી આજે કરશે સરદાર ધામનું લોકાર્પણ
- મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન રહેશે કાર્યક્રમમાં હાજર
- વિદ્યાર્થીનીઓ માટે બનાવવામાં આવશે છાત્રાલય
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફ્રસિંગના માધ્યમથી આજે (શનિવાર) સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું. અને સરદારધામ-દ્વિતીય ચરણના કન્યા છાત્રાવાસના નિર્માણ માટે ભૂમિ પૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન અને ઉપમુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કરતા કહ્યું હતું કે, " આજના જ દિવસે 1893માં અમેરીકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. પરીષદમાં સ્વામીજીએ ભારતીય માનવતાના મૂલ્યોનો પરીચય આપ્યો હતો".
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજની મુલાકાતે, અલ્હાબાદ હાઇકોર્ટમાં આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી