અમદાવાદઃ આજે 31 મે પુરા વિશ્વમાં 'વર્લ્ડ નો ટોબેકો ડે' તરીકે ઉજવાય છે. યુનાઇટેડ નેસન્સના અંગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1987થી દુનિયામાં તમાકુથી વધી રહેલી શારીરિક તકલીફો જેવી કે, શ્વસન રોગ અને કેન્સરના રોગો સામે જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે.
દર વર્ષે વિશ્વમાં 80 લાખ લોકોના મૃત્યુ થાય છે. જેમાં 12 લાખ લોકો પેસિવ સ્મોકિંગના લીધે સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થાય છે. તો પણ યુવાઓમાં તમાકુનું સેવન વધી રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં તરૂણો અને યુવાઓને તમાકુ પ્રોડક્ટ તરફ આકર્ષવા જાહેરાતો અપાઇ છે. આજે પણ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તમાકુનું મોટાપાયે ઉત્પાદન થાય છે. તમાકુ પ્રોડક્ટ પર સરકાર અધધ ટેક્સ પણ વસૂલે છે.
આજે 'વર્લ્ડ નો ટોબેકો ડે', કેન્સર જેવા રોગો સામે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે આ દિવસ - લોકડાઉન
આજે 31 મે પુરા વિશ્વમાં 'વર્લ્ડ નો ટોબેકો ડે' તરીકે ઉજવાય છે. યુનાઇટેડ નેસન્સના અંગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1987થી પુરી દુનિયામાં તમાકુથી વધી રહેલી શારીરિક તકલીફો જેવી કે, શ્વસન રોગ અને કેન્સરના રોગો સામે જાગૃતિ ફેલાવવા આ દિવસ ઉજવાય છે.
ભારતમાં આંધ્રપ્રદેશ અને ગુજરાતના ચરોતરમાં મોટા પાયે તમાકુ પાકે છે. ભારતમાં પણ શહેર અને ગામડાના 40 ટકા જેટલા લોકો તમાકુના બંધાણી છે. હાલ કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં તમાકુના વ્યસનીઓએ પાંચ ગણા ભાવ ચૂકવીને પણ તમાકુની ચીજો ખરીદી હતી. તો કેટલાકે તો તમાકુ ન મળતા આપઘાત, મારામારી પણ કરી હતી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ તમાકુનું ચલણ વધુ છે.
લોકડાઉનમાં છૂટછાટ અપાતા સૌથી વધુ લોકોની લાઈન પાનના ગલ્લા પર જોવા મળી હતી. સમગ્ર વિશ્વમાં તમાકુનો અબજોનો બિઝનેસ છે. કોરોના જેટલો ખતરનાક નથી તેટલું કેન્સર છે. તેમ છત્તા લોકો તમાકુની આદત છોડી શકતા નથી.