- ગ્રાહક સુરક્ષા માટે ગુજરાતમાં 38 કમિશનની વ્યવસ્થા
- જાણકારી માટે ટોલ ફ્રી નંબર 14404 પર કરી શકાય છે સંપર્ક
- જિલ્લાથી લઇ રાષ્ટ્રીય કક્ષા સુધી ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા
અમદવાદ : સામાન્ય ભાષામાં એક લાગતા મિસબ્રાન્ડેડ અને સબસ્ટાન્ડર્ડ શબ્દો વચ્ચે કાયદાકીય પરિભાષામાં મોટો અંતર છે. જે વસ્તુઓના ઉપભોગથી શારીરિક નુકસાન થાય તેવી શક્યતાઓ હોય તેને ઇન્જેરિયસ ટૂ હેલ્થ કહેવાય છે. જેની ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટમાં થાય છે. જ્યારે બીજી તરફ જે વસ્તુઓના ઉપયોગથી શારીરિક નુકસાન ન થાય, પરંતુ નક્કી કરાયેલી ગુણવત્તાથી ઓછી ગુણવત્તા ધરાવતી વસ્તુને સબસ્ટાન્ડર્ડ કહેવાય છે. સબસ્ટાન્ડર્ડ વસ્તુઓની ફરિયાદ કલેક્ટરને કરી શકાય છે.
આ પણ વાંચો -કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઇ-કોમર્સ રૂલ્સ (ગ્રાહક સુરક્ષા ઇ-કોમર્સ નિયમો), 2020
શું છે કાયદામાં સજાની જોગવાઈ?
ઇન્જેરિયસ ટૂ હેલ્થ હોય તેવી વસ્તુઓનું ગ્રાહકને વેચાણ કરતા ગુનાની ગંભીરતા મુજબ 3 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે સબસ્ટાન્ડર્ડ કે મિસ્બ્રાન્ડેડ વસ્તુનોનું વેચાણ કરતા રૂપિયા 5 હજારથી 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.
આ પણ વાંચો -ગ્રાહક સંબધિત ફરિયાદોમાં ન્યાય અપાવે છે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ
ભેળસેળયુક્ત વસ્તુઓના ઉપયોગથી કેન્સર થવાની શક્યતા
25 વર્ષથી માનપમાં ફૂડ એનાલિસ્ટ તરીકે સેવા આપી ચૂકેલા અતુલ સોનીનું કહેવું છે કે, નફાના લોભમાં વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરી શકે છે. રાઇ જેવી સામાન્ય વસ્તુમાં પણ ચારકોલની મિલાવટ જોવા મળતી હોય છે. કે જ્યાં રાઇને વધુ ચમકતી બતાવવા માટે અંદર કોલસાની ભૂકી નાંખવામાં આવે છે. મરચાની ભૂકીમાં હાનિકારક રંગની ભેળસેળ અથવા તો દૂધને બદલે સિન્થેટિક દૂધ ગ્રાહકને આપવામાં આવે છે. આવા તમામ ઉત્પાદનોના સેવનથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે.
આ પણ વાંચો -ગ્રાહક સુરક્ષા ફોરમે કર્યો ન્યાય, 5 વર્ષ બાદ બગેડેલો ફોન રિપેર, બદલી કે પૈસા પરત કરે લેનોવો