- માં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 મી 20-20 મેચ
- સાંજે 07:00 કલાકે મેચનો પ્રારંભ થશે
- કોરોના વાઇરસને લઈને સ્ટેડિયમમાં પ્રેક્ષકો પર પ્રતિબંધ
આમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં છે. અહીં બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાઈ છે. ઉપરાંત 4 ટી-ટ્વેન્ટી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ચૂકી છે. ત્યારે પાંચમી ટી-20ની ફાઇનલ મેચ પણ આ સ્ટેડિયમમાં યોજાનારી છે. જે સાંજે 07:00 કલાકે શરૂ થશે.
ટૉસ અગત્યનો બની રહેશે
સાંજે 07:00 કલાકે મેચનો પ્રારંભ થશે. સામાન્યત સ્ટેડિયમની પીચ જોતા મેચ અંતર્ગત ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ વધુ પસંદ કરશે. કેમ કે, છેલ્લી મેચ સિવાય હજી સુધી આ નવા સ્ટેડીયમ પર મોટો સ્કોર નોંધાયો નથી. વળી રાત્રે 'ડ્યુ' ફેક્ટરને જોતા બોલરોને બોલિંગમાં પણ તકલીફ પડી શકે છે. છેલ્લી કેટલીક મેચથી ટોસ જીતવાનું સૌભાગ્ય ઇંગ્લેન્ડને પ્રાપ્ત થઈ રહ્યું છે. બંને ટીમની 02-02 મેચમાં જીતી ચૂકી છે, ત્યારે આજની મેચ ફાઇનલ અને વધુ રસપ્રદ રહેશે.
ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ