ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે સંવત્સરી, જૈન ભાઈબહેનો આજે એકબીજાને 'મિચ્છામી દુક્ક્ડમ' કહી માગશે માફી

જૈનોના પર્યુષણ પર્વનો આજે શુક્રવારે આઠમો દિવસ છે, જેને સંવત્સરી તરીકે ઉજવાય છે. પર્યુષણ પર્વના આઠમા દિવસે જૈન ભાઈબહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પ્રતિક્રમણ કરે છે અને તમામ લોકોને પગે પડીને માફી માગે છે. પર્યુષણ પર્વના આજના પાવન એવા આઠમાં દિવસનું શું છે મહત્ત્વ? જુઓ...

આજે સંવત્સરી, જૈન ભાઈબહેનો આજે એકબીજાને 'મિચ્છામી દુક્ક્ડમ' કહી માગશે માફી
આજે સંવત્સરી, જૈન ભાઈબહેનો આજે એકબીજાને 'મિચ્છામી દુક્ક્ડમ' કહી માગશે માફી

By

Published : Sep 10, 2021, 9:10 AM IST

  • આજે સંવત્સરીનો પાવન દિવસ
  • માફી માગવાનો દિવસ છે, અને ખરાબ કર્મને બાળવાનો દિવસ છે
  • સંવત્સરીએ ધ્યાન કરીને જાણે અજાણે થયેલ ભૂલોનો એકરાર કરવો

અમદાવાદઃ જૈન શ્રાવકોને ETV Bharatની ટીમ તરફથી મિચ્છામી દુક્ડમ, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના મુખે આપણે સંવત્સરીનું મહત્ત્વ જાણીએ.

આ પણ વાંચોઃકેવી રીતે કરવું શ્રી ગણેશનું સ્થાપન ? કયું છે શુભ મુર્હત ?

આઠમા દિવસે ત્રણ કલાકનું પ્રતિક્રમણ કરવાનું હોય છે

રાજ્યશસૂરિશ્વરજી મહારાજ સાહેબે ETV Bharatના જૈન શ્રોતા ભાઈબહેનોને કહ્યું હતું કે, આઠમા દિવસે 1,250 શ્લોકનું સુંદર વાંચન થાય છે. તેને બધા ખૂબ જ શાંતિથી સાંભળે છે. કે જાણે અમૃતનું પાન કરતાં હોય તેવી રીતે તેનું શ્રવણ કરવાનું હોય છે. આઠમા દિવસે પ્રતિક્રમણ કરતાં પહેલા એકબીજાના પગે લાગીને માફી માંગવાની હોય છે. ત્યારપછી પ્રતિક્રમણ થાય છે. આ પ્રતિક્રમણ 3 કલાકનું હોય છે અને 20થી 40 મિનીટનું ધ્યાન કરવાનું હોય છે. તેનાથી જાણતા કે અજાણતા થયેલ ખરાબ કર્મ બળીને ભશ્મ થઈ જાય છે. ખરાબ કર્મથી હું હળવો થઈઊ રહ્યો છું, તેવી સુંદર મઝાની ભાવના કરવાની હોય છે.

આ પણ વાંચોઃજાણો, ગણેશજીને પ્રિય દુર્વાનુ મહત્વ અને તેની ઉત્પત્તિ

માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ

સંવત્સરીના દિવસે 8 દિવસની આરાધના પરિપૂર્ણ થાય છે. આ દિવસે બધાને મિચ્છામી દુક્ડમ કહેવાનું હોય છે અને નાના કે મોટા સૌની માફી માગવાની હોય છે. શાસ્ત્રોએ કહ્યું છે તેમ ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો’ એવી શુભ ભાવના કરવાની હોય છે. આ જગત મારું મિત્ર છે. જાણતા કે અજાણતા કોઈ દોષ કે ભૂસ થઈ હોય, કટુ વચન કહી દીધા હોય કે શ્રાપ આપ્યો હોય તો મિચ્છામી દુક્ડમ કરીને સૌની માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે. આ દિવસે એવી ભાવના કરવાની છે કે હું ખરાબ કર્મના બંધનમાંથી મુક્ત થયો છું. આ દિવસનું આજ તત્વજ્ઞાન છે.

ABOUT THE AUTHOR

...view details