ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં જીસીઈઆરટી ભવનમાં મુછાળી 'માં' ગિજુભાઈ બધેકાની પ્રતિમાનું અનાવરણ કરાયું

મુછાળીમા તરીકે જાણીતા ગિજુભાઈ બધેકાનો આજે જન્મદિવસ છે, ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી જીસીઈઆરટી ભવન ખાતે શિક્ષણ પ્રધાનના હસ્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

મુછાળી 'માં'
મુછાળી 'માં'

By

Published : Nov 15, 2020, 11:26 AM IST

Updated : Nov 15, 2020, 11:50 AM IST

  • ગિજુભાઈ બધેકાનો આજે જન્મદિવસ
  • "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા
  • જીસીઈઆરટી ભવન ખાતે શિક્ષણ પ્રધાનના હસ્તે તેમની પ્રતિમાનું અનાવરણ

ગાંધીનગર: મુછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈ બધેકાનો આજે જન્મદિવસ છે, ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી જીસીઈઆરટી ભવન ખાતે શિક્ષણ પ્રધાનના હસ્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે મહાન વિભૂતિનો જન્મદિવસ છે, બાળપણ ખૂબ જ મહત્ત્વનું હોય છે, ત્યારે ગિજુભાઈ બધેકાની મૂર્તિ કચેરીમાં આવતા શિક્ષણ સાથે સંકળાયેલા લોકો જોવે અને તેના પાયા મજબૂત કરવા ભાવના જાગે.

ગુજરાતી સાહિત્યમાં ગિજુભાઈ બધેકાનું યોગદાન મહત્વનું

ગુજરાતી સાહિત્યમાં ગિજુભાઈ બધેકાનું યોગદાન મહત્વનું

ગુજરાતી સાહિત્યમાં મુછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈ બધેકાનું યોગદાન મહત્વનું છે. પૂર્વ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તેમણે ખૂબ જ શિક્ષણ આપ્યું છે. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી હતી. ત્યારે આજે આ મુછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈનો જન્મદિવસ છે. ગાંધીનગરમાં આવેલી જીસીઆરટી ભવન ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભુપેન્દ્રસિંહ એક સામાજિક શૈક્ષણિક જીવનમાં કોઈ પુરુષ મા કહેવાય નથી. પરંતુ શિક્ષણ ગિજુભાઈને મા નું બિરુદ આપવામાં આવ્યું હતું.

Last Updated : Nov 15, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details