- ભગવાન ધનવંતરીને વિષ્ણુનું જ એક રૂપ માનવામાં આવે છે
- સમુદ્રમંથન દરમિયાન કળશમાં અમૃત લઇ તેઓ પ્રગટ થયા હતા
- દાનવોને અમૃત ન મળે તે માટે મોહક રૂપ ધારણ કર્યું હોવાનો પૌરાણિક કથા
અમદાવાદ :હિન્દૂ પંચાંગમાં ધનતેરસના તહેવારનું મહત્વ ખૂબ જ પાવન છે. શાસ્ત્રો મુજબ ધનતેરસ ન માત્ર ધન-ધાન્ય સુધી સીમિત છે, પરંતુ સારા સ્વાસ્થ્ય અને ચારો દિશાઓમાં યશ અને કીર્તિ મેળવવા માટે પણ આ તહેવારનો એટલું જ મહત્વ છે. આસો વદ 12 અને મંગળવારે સમગ્ર ભારતમાં ધનપૂજા કરવામાં આવશે, ત્યારે આ દિવસનું શું મહત્વ છે ? કેમ માત્ર આજના જ દિવસે ધન પૂજા થાય છે. ભગવાનને આ દિવસે પ્રસન્ન કરવા માટે શું કરવું, તેને લઈને સોલા ભાગવતના વ્રજબિહારી શર્માએ જાણો શું કહ્યું...
શા માટે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે ?
ETV ભારત સાથે વાત કરતા વ્રજબિહારી શર્મા જણાવે છે કે, અમૃતની શોધમાં જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું, ત્યારે તેમાંથી 14 રત્નો બહાર આવ્યા હતા. આ રત્નોમાં એક રત્નરૂપે કાર્તિક વદ તેરસના દિવસે એક કળશ સાથે ભગવાન ધનવંતરી પણ પ્રગટ થયા હતા. ભગવાન ધનવંતરી ભગવાન વિષ્ણુનો જ અંશ માનવામાં આવે છે. આ જ દિવસે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે.
કઈ રીતે ભગવાનની પૂજા કરવી ?