ગુજરાત

gujarat

ETV Bharat / city

TikTok Girl arrested in Ahmedabad: કીર્તિ પટેલ આવી ફરી વિવાદમાં વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ - SG Highway Ahmedabad

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરીવાર વિવાદમાં આવતા વસ્ત્રાપુર પોલીસે ધરપકડ (TikTok Girl arrested in Ahmedabad) કરી છે. કીર્તિ પટેલ ફોન પર ધમકી આપતા વસ્ત્રાપુર પોલીસ દ્વારા (Ahmedabad Vastrapur Police) તેની ધરપકડ કરવામાં આવી છે.

TikTok Girl arrested in Ahmedabad: કીર્તિ પટેલ આવી વિવાદમાં વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ
TikTok Girl arrested in Ahmedabad: કીર્તિ પટેલ આવી વિવાદમાં વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ

By

Published : May 3, 2022, 8:17 PM IST

અમદાવાદ:રાજ્યમાં વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ (Tiktok girl kirti patel in Controversy) વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ (Complaint Against Tiktok Star in Ahmedabad) નોંધાઈ છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી હતી. વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે 21 એપ્રિલ 2022ના રોજ વસ્ત્રાપુર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તેની પર 307 કલમ હેઠળ ધરપકડ (TikTok Girl arrested in Ahmedabad) કરવામાં આવી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI એસ.જી.ખાંભલા

આ પણ વાંચો:Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, યુવતીની છેડતી સહિતના કયા ગુના નોંધાયા જાણો

વસ્ત્રાપુરની યુવતીને ફોન પર ધમકી - વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI જણાવ્યું હતું કે બે મહિના પહેલા SG હાઇવે (SG Highway Ahmedabad) નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ફોનમાં બિભસ્ત લખાણ અને ધમકીઓ આપતા હતા. એટલું જ નહીં ફોટા પણ વાયરલ કર્યા હતા. આ ગુનાના સંદર્ભે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી કીર્તિ પટેલ છે તેમના વિરુદ્ધ અગાઉ સુરતમાં પણ ગુનાઓ દાખલ થયા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PIએ(PI of Vastrapur Police Station) જણાવ્યું હતું કે ભરત ભરવાડ હજુ ફરાર છે તેને પણ વહેલી તકે અમે પકડી પાડીશું.

. વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સામે 21 એપ્રિલ 2022ના રોજ વસ્ત્રાપુર પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તેની પર 307 કલમ હેઠળ ધરપકડ

આ પણ વાંચો:Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે હુમલો કર્યાની ફરિયાદ

અગાઉ પણ અનેક કેસ દાખલ -કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદમાં સપડાયેલ છે. અગાઉ પણ સુરતમાં હત્યાનો પ્રયાસ સહિતના 3 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સુરતમાં ન પ્રવેશવાની શરતે જમીન આપવામાં આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે સ્ટેશનમા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ નામના બે આરોપી વિરુદ્ધ હતી. જેમાં આજરોજ આ ગુના બદલ કીર્તિ પટેલની અટકાયત કરવામાં આવી છે. હજુ ભારત ભરવાડ નાસી પાસ હોવાથી હાલ વસ્ત્રાપુર પોલીસની તાપસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details