ગુજરાત

gujarat

ETV Bharat / city

ગણેશ વિસર્જનને લઈને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો - News of Ganesh Dissolution

ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે શહેરમાં 740 સાર્વજનિક ગણેશ ચોથ. નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિને મંજૂરી ન હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સ્થળે 22 ક્રેન મૂકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે.

Ahmedabad Local News
Ahmedabad Local News

By

Published : Sep 19, 2021, 5:21 PM IST

  • ગણેશ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ
  • શહેરમાં 10 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે
  • 50 હજાર કરતા વધુ મૂર્તિનું વિસર્જન થશે

અમદાવાદ: ગણેશ વિસર્જન માટે ફાયર વિભાગના 187 વધુ કર્મચારી હાજર રહેશે. આ ઉપરાંત પોલીસ પોલીસે ગણેશ વિસર્જન માટે મંજૂરી આપી હોવાથી તકેદારીના ભાગરૂપે 10 હજાર પોલીસ સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. પોલીસે સાર્વજનિક ગણેશ વિસર્જનના સરઘસ માત્ર 15 વ્યક્તિને જોડાવા માટે મંજૂરી આપી છે. એટલું જ નહીં જો ગણેશોત્સવનું સ્થળ અને વિષય જુદા જુદા જોવામાં આવતું હોય તો વિસર્જન માટે પોલીસ કમિશ્નર કચેરીમાંથી મંજૂરી લેવી પડશે. વિસર્જનના સરઘસમાં જોડાનારા 15 માણસોએ નામ-સરનામાં, મોબાઈલ નંબર સહિતની માહિતી સ્થાનિક પોલીસને આપવી પડશે.

ગણેશ વિસર્જનને લઈને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

એક ટિમ પૂર્વ વિસ્તારમાં અને બીજી ટિમ પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે

ગણેશ વિસર્જન કુંડ પાસે તરવૈયાઓની ટીમ પણ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત વિસર્જનમાં કોઈપણ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે. ઢોલ, નગારાં સાથે વાજતે ગાજતે ગણપતિને વિદાય આપવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા બે ટિમો તૈયાર કરવામાં આવી છે, જે સતત પેટ્રોલિંગ કરશે. જેમાં એક ટિમ પૂર્વ વિસ્તારમાં અને બીજી ટિમ પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. હાલ તો ગણેશ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે આયોજકોને સૂચના આપવામાં આવી છે. કેટલાક લોકો ગણેશ સ્થાપનની જગ્યાએ જ ગણેશજીનું વિસર્જન કરશે.

ગણેશ વિસર્જનને લઈને અમદાવાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ABOUT THE AUTHOR

...view details