ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર મેચનું ટિકિટ વેચાણ ઓનલાઇન શરૂ - Gujarat Cricket Association

6 વર્ષ બાદ નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ યોજાવા જઇ રહી છે. આ મેચ ઓનલાઇન ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદવાદીઓ ઘર આંગણાની ક્રિકેટ મેચની મજા માણવા માટે ખુબ જ આતુર છે.

મોટેરા સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમ

By

Published : Feb 14, 2021, 12:29 PM IST

  • અમદાવાદમાં 24 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાશે ત્રીજી ટેસ્ટ મેચ
  • પિંક બોલથી રમાશે આ મેચ
  • મેચને લઈને ઓનલાઇન બુકીંગ શરૂ

    અમદાવાદ :6 વર્ષ બાદ નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ યોજાવા જઇ રહી છે. આ મેચ ઓનલાઇન ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે.
    ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચ


    દરેક મેચનું બુકીંગ શરૂ

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચ રમાવાની હતી. જેમાંથી બે ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાવાની છે. જેને લઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદીઓએ મોટા પ્રમાણમાં મોટેરા સ્ટેડિયમના ઇન્કવાયરી કાઉન્ટર પર પૂછપરછ કરી હતી. જ્યાંથી તેમને માહિતી મળી હતી કે પ્રાઇવેટ વેબસાઇટ ઉપરથી તેઓ ટિકિટ બુક કરી શકશે. કારણ કે, કોવિડને લઈને ફિઝિકલ બુકીંગ બંધ છે.
    ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મેચ


    પ્રાઇવેટ વેબસાઈટ પર શું છે ભાવ ?

    પ્રાઇવેટ વેબસાઈટ પર બે ટેસ્ટમેચ અને ચાર T20 મેચ જે અમદાવાદમાં રમાનાર છે. તેનું બુકીંગ શરૂ થઈ ચૂક્યું છે. વેબસાઈટ પર 300 રૂપિયાથી લઈને 2,500 રૂપિયા સુધીની ટિકિટ મળે છે. જેમાં મેદાનની ચારે તરફ ઉપરની બાજુના ભાવ 300-350, મેદાનની ચારે તરફ નીચેની બાજુએ 400-500 , રિલાયન્સ પેવેલિયન 1000 રૂપિયા, જ્યારે અદાણી પેવેલિયન લોબીના 2,500 રૂપિયા ભાવ છે.

    ડે-નાઈટ ટેસ્ટ મેચ

    ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટ મેચ ગુલાબી દડાથી રમાશે અને ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. બપોરે અઢી વાગ્યાથી મેચ શરૂ થશે. જેને લઈને પ્રેક્ષકોએ તેના ત્રણ કલાક પહેલાં મેદાનમાં એન્ટ્રી મેળવવાની રહેશે. કોવિડને લઈને સ્ટેડિયમ 50 ટકા કેપેસિટીથી ભરાશે, તેમજ કોવિડના પ્રોટોકોલ પાળવાના રહેશે.

ABOUT THE AUTHOR

...view details