- AAPનું મિશન 2022 લોન્ચ
- AAPનું સદસ્યતા અભિયાન લોન્ચ
- AAPએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી
આ પણ વાંચો:દિલ્હીમાં પ્રચંડ જીત બાદ 'AAP' એક કરોડ સદસ્યોને જોડશે
અમદાવાદ:આમ આદમી પાર્ટીએ લોકોના પોઝિટિવ રિસ્પોન્સને જોતા 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું હતું. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ગુજરાતના હજારો લોકો જોડાવા માંગે છે. ત્યારે પાર્ટીનું લક્ષ્ય છે કે, 50 દિવસમાં 50 લાખ લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવે અને આ માટે પાર્ટીએ એક નંબર પણ લોન્ચ કર્યો છે. તે નંબર ઉપર મિસકોલ આપતા સામેથી આમ આદમી પાર્ટીના કાર્યકરો જે-તે વ્યક્તિનો સંપર્ક કરશે. સોમવારથી જ સમગ્ર ગુજરાતમાં આ અભિયાન લોન્ચ કરાયું છે.