- ‘આપ’ની જનસંવેદના યાત્રા પર હૂમલો
- ભાજપના ગુંડાઓએ હૂમલો કરાવ્યોનો ‘આપ’નો આક્ષેપ
- બ્રહ્મસમાજ પર ટિપ્પણીને કારણે વિરોધ થયો છેઃ ભાજપ
અમદાવાદઃ ‘આપ’ના નેતાઓ દ્વારા સોમનાથથી જનસંવેદના યાત્રાની શરૂઆત કરી છે. જોકે, સૌપ્રથમ તો સોમનાથ મંદિર( Somnath Temple ) માં જતા જ અટકાવાયા હતા. કારણ કે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ( Gopal Italia ) દ્વારા અગાઉ બ્રહ્મ સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી બ્રહ્મસમાજના લોકોએ સોમનાથમાં આપના નેતાઓનો અને ખાસ કરીને ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો હતો. જોકે, પોલીસ વચ્ચે પડી અને મામલો શાંત કર્યો હતો. પણ આ મામલો શાંત નહોતો પડ્યો… બહ્મસમાજના લોકોનો રોષ એમનો એમ હતો.
કોંગ્રેસ આ હૂમલાને વખોડી કાઢ્યો છે
આમ આદમી પાર્ટી( AAP ) ના નેતાઓની જનસંવેદના યાત્રા વિસાવદરના લેરિયા ગામેથી પસાર થઈ ત્યારે કેટલાક લોકોએ આવીને આપના નેતાની કારના કાફલા પર હિંસક હૂમલો ( Attack ) કર્યો હતો. તેમાં કારના કાચ તોડ્યા અને સાથે આપના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. આપનો આક્ષેપ છે કે આ ભાજપના ગુંડાઓ હતા, તેમણે કેસરી ખેસ ધારણ કર્યો હતો. જ્યારે ભાજપના કહેવા પ્રમાણે બહ્મસમાજ દ્વારા વિરોધ થયો હતો. કોંગ્રેસ અને ભાજપે આ હિંસક હૂમલાને વખોડી કાઢ્યો છે. જોકે, ગાંધીના ગુજરાતમાં આવો હિંસક હૂમલો કેટલો વાજબી છે? અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આવી હિંસા ઓછી થાય છે.
આ પણ વાંચોઃ AAPની જનસંવેદના યાત્રા દરમિયાન વિસાવદરના લેરિયા ગામમાં કાર્યકરો પર થયો હુમલો
બંગાળની ચૂંટણીમાં હિંસક હૂમલા થયા હતા
તાજેતરમાં પશ્રિમ બંગાળમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ટીએમસી અને ભાજપ વચ્ચે હિંસક હૂમલા( Attack )થયા હતા, તોફાનો પણ થયા, કેટલાય કાર્યકરોના મોત થયા હતા અને કેટલાય લોકોને ઈજા પહોંચી હતી. બન્ને પર સામસામે આક્ષેપબાજી થતી હતી. એવું જ હાલ ગુજરાતમાં થયું છે.
2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હિંસા
ચૂંટણી પ્રચાર અને પરિણામ સુધી
- હિંસાની 55 ઘટના
- મોત 00
- ઈજાગ્રસ્ત 96
- બિનલાયસન્સ 115 હથિયાર ઝડપાયા
- 172 કાર્ટિંજ ઝડપાઈ
- 100 ગ્રામ વિસ્ફોટક પદાર્થ ઝડપાયો
જોકે, અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ચૂંટણી દરમિયાન હિંસા સામાન્ય થતી હોય છે.
‘આપ’ને મળી રહેલી સફળતાનો ડર
હવે 2022 ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા જ આમ આદમી પાર્ટી( AAP )એ જોર લગાવ્યું છે. પ્રજા વચ્ચે રહેવા જનસંવદેના યાત્રા શરૂ કરી છે. તાજેતરમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં સૂરતમાં 27 ઉમેદવારો વિજયી બન્યા છે. જેથી આપના કાર્યકરોમાં જોશ આવી ગયો છે. તે પછી પત્રકાર ઈશુદાન ગઢવી અને 4000 દીકરીના પાલક પિતા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ ઉપરાંત પ્રવિણ રામ પણ આપમાં જોડાઈ ગયા છે. ગામેગામ આપની જનસંવદેના યાત્રાને પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ઉભો થયો છે. જે વાત સહન નહી કરી શકતાં ભાજપે આપના નેતાઓ અને કાર્યકરો પર હૂમલો ( Attack ) કરાવ્યો છે, તેવો આપના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે.