ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદીઓને મળશે આ નવી ભેટ - Floating restaurant project

દેશમાં સ્માર્ટ સીટી અંતર્ગત અનેક શહેરી વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સૌથી આકર્ષણ કેન્દ્ર અમદાવાદ શહેરમાં આવેલ સાબરમતી નદી કાંઠે(Sabarmati Riverfront in Ahmedabad ) બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ જ્યાં અનેક રાજ્યમાં અનેક લોકો મુસાફરી કરવા આવતા હોય છે. મુસાફરો માટે શહેરમાં વધુ કે નવું નજરાણું(Riverfront seaplane) ઉમેરાશે.

અમદાવાદીઓને મળશે આ નવી ભેટ
અમદાવાદીઓને મળશે આ નવી ભેટ

By

Published : Jun 15, 2022, 6:43 PM IST

Updated : Jun 15, 2022, 8:17 PM IST

અમદાવાદ:સાબરમતી(Sabarmati Riverfront Ahmedabad) નદી કિનારે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટએ અમદાવાદનું નવું નજરાણું છે. રિવરફ્રન્ટ પર આવતા સહેલાણીઓ માટે અનેક મનોરંજનની સુવિધા(Sabarmati Riverfront in Ahmedabad) આપવામાં આવે છે. રિવર ક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો(River Cruise and Floating Restaurant) ઓર્ડર આવ્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રુઝ

આ પણ વાંચો:AMCના અધિકારીઓનું સરપ્રાઈઝ ચેકિંગ, રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજનું કર્યું નિરીક્ષણ

રિવર ક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ કઈ કઈ સુવિધા હશે -સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી સમયમાં રિવરફ્રન્ટ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં કરવામાં આવશે. જેમાં બર્થ ડે પાર્ટી, મેરેજ એનિવર્સરી,સાથે સાથે આમ રિવર ક્રુઝમાં મુસાફરી કરતા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણી શકાશે.

રીવરક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ

અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ વર્ક ઓર્ડર જારી કર્યો -સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ(Floating restaurant project) માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી બીડ માંગવામાં આવી હતી. દરેકના બીડનું સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મૂલ્યાંકન કરી અંતે અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડને(Akshar Travels Private Limited) ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ 8 મહિનામાં 100 લોકોની કેપિસિટી સાથેની ક્રુઝ તૈયાર થશે.

સાબરમતી રિવરફ્રન્ટ

આ પણ વાંચો:Ahmedabad Riverfront: અમદાવાદની આ જગ્યા પર શરૂ થશે ફ્રીમાં યોગા ક્લાસ અને જિમ

પહેલા પણ અનેક પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા છે -સાબરમતી રિવરફ્રન્ટ બનાવ્યા બાદ અનેક પ્રોજેક્ટો અમલમાં મુકવામાં આવ્યા છે. જેમાં અમુક પ્રોજેકટો અમલ આવ્યા છે. જયારે અમુક પ્રોજેક્ટ તો માત્ર કાગળ પર જ રહ્યા છે. પરંતુ જે પ્રોજેકટ અમલમાં આવ્યા તે થોડા દિવસોમાં બંધ અથવા તો પ્રતિસાદ ઓછો મળી રહ્યો છે. રિવરફ્રન્ટ સી-પ્લેન(Riverfront seaplane) શરૂ કરવામાં આવ્યું હતું જે થોડાક મહિના બાદ બંધ છે. જ્યારે થોડા સમય પહેલા જ શનિ રવિ માટે હેલિકોપ્ટર રાઇડ્સ(Helicopter rides) શરૂ કરવામાં આવી છે. જેનો પણ ઓછો પ્રતિસાદ મળ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે આ ક્રુઝ સેવા સફળ થાય છે કે નહીં?

Last Updated : Jun 15, 2022, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details