અમદાવાદ: દૂધ, ફળ, શાકભાજી, ચોખા, કઠોળ અને મસાલાથી લઈને અન્ય પેકેજ આઈટમ સહિતની ચીજવસ્તુઓની વહેલી સવારે સાત વાગ્યાં પહેલા ડિલિવરી સુનિશ્ચિત કરીને ક્લિક નીટે એક વિશેષ મોડલ પ્રસ્થાપિત કર્યું છે. જે કોવિડ-19ની પહેલાની કોન્ટેક લિસ્ટ ડિલિવરી ઓફર કરી રહ્યું છે.
અમદાવાદઃ આ સ્ટાર્ટ અપ થકી ગ્રાહકો કોઈપણ પ્રકારના ડિલિવરી ચાર્જ વિના જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી શકશે - Start Up
અમદાવાદ શહેરના લોકોને હોમ ડિલિવરીનો બેજોડ અને સંતોષકારક અનુભવ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 2019માં વિશિષ્ટ માઈક્રો ડિલિવરી મોડલ સાથે શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ click nit તેની પ્રારંભિક સફળતાથી પ્રેરાઈને હવે અમદાવાદના અન્ય વિસ્તારો તથા તબક્કાવાર ધોરણે વડોદરા અને સુરત સહિતના અન્ય શહેરોમાં પણ સેવાઓ વિસ્તારવાની યોજના ધરાવે છે.
અમદાવાદઃ આ સ્ટાર્ટ અપ થકી ગ્રાહકો કોઈપણ પ્રકારના ડિલિવરી ચાર્જ વગર જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી શકશે
ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષ પહેલાં 50 લાખના રોકાણ સાથે શરૂ કરાયેલી કંપનીએ આવકોમાં માસિક 28 ટકાની ઝડપી વૃદ્ધિ સાથે બે હજારથી વધુ ગ્રાહકોને હાલમાં દર મહિને 15 હજાર લિટરથી વધુ દૂધ, 2000 કિલો શાકભાજીની ડિલિવરી સાથે 70 હજારથી વધુ ઓર્ડર્સ પૂર્ણ કર્યાં છે. આગામી ત્રણ વર્ષમાં કંપની સો મિલિયનનું કદ હાંસલ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.