અમદાવાદ :અમદાવાદશહેરની ત્રણ ગ્રાન્ટેડ કોલેજો જે વર્ષોથી (Three Granted Colleges) ચાલી રહી છે તેમાં વર્ગ બંધ કરવા મંજૂરી માંગી છે. જેને લઇને ગ્રાન્ટેડ અધ્યાપક મંડળ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. અધ્યાપકોએ જણાવ્યું હતું કે, ત્રણ ગ્રાન્ટેડ કોલેજ બંધ થશે તો ત્રણ કોલેજના બે હજાર જેટલા વિદ્યાર્થીઓને 1200ની જગ્યાએ 30થી 40 હજારથી ભરીને ખાનગી કોલેજમાં ભણવું પડશે.
અધ્યાપક મંડળે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી વિદ્યાર્થીઓ ઘટતા વર્ગ બંધ કરવા અરજી -ગ્રાન્ટેડ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ ઘટતા વર્ગ બંધ કરવા માટે અરજી કરી છે. શહેરમાં આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , સહજાનંદ કોલેજ તથા પી.ટી. ઠક્કર કોલેજે બંધ કરવા માટે દરખાસ્ત કરી છે. જોકે આ કોલેજની મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ, કોલેજ બંધ થાય તો ભવિષ્યમાં 2000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 50 જેટલા અધ્યાપકોને તેની અસર પડી શકે છે. જેને લઈને અધ્યાપક મંડળે કોલેજ બંધ કરવા NOC ન આપવા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને કહ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત આ પણ વાંચો :લદાખની સિંધુ નદીના ઇતિહાસમાં પહેલીવાર બની આવી ઘટના, ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી
વિદ્યાર્થીઓને લઈને ચિંતા - આ મામલે અધ્યાપકોએ કહ્યું હતું કે, ત્રણ કોલેજ બંધ થાય તો (Gujarat University Three Granted Colleges) તેમાં અત્યારે બે હજાર વિદ્યાર્થીઓની જગ્યા છે. તે જગ્યાએ અત્યારે હાલ 1200 રૂપિયા ફી લેવામાં આવે છે. આ સ્કૂલમાં મધ્યમ વર્ગ અને તેનાથી નીચેના વિદ્યાર્થીઓ વધુ ભણે છે, તો તેવા વિદ્યાર્થીઓને હવે 30 થી 40 હજાર રૂપિયા ફી ભરીને ખાનગી કોલેજોમાં ભણવું પડશે. તેમજ કોલેજના 50 જેટલા ગ્રાન્ટ અધ્યાપકો છે. તેમની જગ્યાએ ભવિષ્યમાં નહીં રહે એટલે વિદ્યાર્થી અને અધ્યાપક બંનેને નુકસાન થશે.
આ પણ વાંચો :VNSGUમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે થયું આ ડોક્યુમેન્ટ ફરજીયાત, જોવા મળી વિદ્યાર્થીઓમાં નારાજગી
"બંધ કરવા મંજૂરી માંગી" - આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા જણાવ્યું કે, ત્રણ કોલેજ વર્ક બંધ કરવા (Three Granted Colleges Allowed Close) મંજૂરી માંગી હતી. તેને મંજૂરી આપવામાં આવી નથી. એડમિશન પ્રક્રિયાની સીટમાં જે કોલેજના નામ તેમજ જેટલી બેઠક હશે (Allowed to Close College) તેમ એડમિશન આપવાના જ રહેશે.