ગુજરાત

gujarat

ETV Bharat / city

સરદારનગરમાં ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ, દુષ્કર્મ કેસ પાછો ખેંચવા ચાર રાઉન્ડ દાગી ધમકી આપી - Ahmedabad Crime news

અમદાવાદના સરદારનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસ અને ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી હતી. સરદારનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ પોલીસે સઘન તપાસ કરતાં આ બંને ઘટનાઓ અંગે મહત્ત્વના ખુલાસા સામે આવ્યાં હતાં. વિગતે વાંચો અહેવાલમાં. Three accused arrested in Sardarnagar firing case , Fired to withdraw the rape case in Ahmedabad

સરદારનગરમાં ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ, દુષ્કર્મ કેસ પાછો ખેંચવા ચાર રાઉન્ડ દાગી ધમકી આપી
સરદારનગરમાં ફાયરિંગ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ, દુષ્કર્મ કેસ પાછો ખેંચવા ચાર રાઉન્ડ દાગી ધમકી આપી

By

Published : Sep 17, 2022, 7:47 PM IST

Updated : Sep 17, 2022, 8:49 PM IST

અમદાવાદશહેરના સરદારનગર વિસ્તારમાં 4 દિવસમાં 2 ગંભીર બનાવ બન્યા હતા. જેમાં સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. બાદમાં કેસ પાછો ખેંચવા ( Fired to withdraw the rape case in Ahmedabad )માટે ધમકી આપી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુે. જે ગુનામાં પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ ( Three accused arrested in Sardarnagar firing case ) કરી છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર અને ફાયરિંગ કરનાર બે આરોપી ઝડપાયા છે.

દુષ્કર્મની ફરિયાદ પોલીસે સઘન તપાસ કરતાં આ બંને ઘટનાઓ અંગે મહત્ત્વના ખુલાસા સામે આવ્યાં

સરદારનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદઅમદાવાદના સરદારનગરમાં સગીરા પર દુષ્કર્મ કેસને ( Complaint of Rape in Sardarnagar Police Station )લઇ સરદારનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ 3 આરોપીના નામ રાકેશ ભરવાડ, ગોપાલ ભરવાડ અને ભરત ભરવાડ છે. આ 3 આરોપી ( Three accused arrested in Sardarnagar firing case ) માંથી રાકેશ ભરવાડે દેસાઈ સમાજની સગીરાનું અપહરણ કરી તેને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. જ્યાં સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. જે અંગે 13 તારીખે સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો ( Ahmedabad Crime news ) નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

દુષ્કર્મનો કેસ પાછો ખેંચવા ચાર રાઉન્ડ દાગ્યાંપોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ કાર્યવાહી ચાલુ હતી તેવામાં 15 તારીખે રાતે નોબલ ત્રણ રસ્તા પાસે મહાકાળી હોટલ નજીક 4 રાઉન્ડ ફાયરિંંગ કરવામાં આવ્યાં. જેમાં હકીકત તેવી સામે આવી કે પોક્સોના કેસમાં સમાધાન કરી લેવા ધમકી ( Fired to withdraw the rape case in Ahmedabad )આપી ગોપાલ ભરવાડ અને ભરત ભરવાડે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતાં. જેથી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગુનામાં વપરાયેલી પિસ્ટલ અને નંબર પ્લેટ વિનાની કાર કબ્જે કરી. જોકે હથિયાર ગેરકાયદે હોવાનું સામે આવતા હથિયાર કયાંથી લાવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ફાયરિંગના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી દુષ્કર્મ, પોક્સો અને ફાયરિંગના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી ( Three accused arrested in Sardarnagar firing case ) તપાસ કરતા સામે આવ્યું કે આરોપીનો એકબીજા સાથે કોઈ સંપર્ક જ નથી. પરંતુ દેસાઈ સમાજના લોકોએ ચા નાસ્તો કરવા આવેલા ભરવાડના બે યુવકોને જેમ તેમ બોલતા એક કલાક બાદ ( Fired to withdraw the rape case in Ahmedabad ) ફાયરિંગ કર્યુ હતું. સાથે જ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી અગાઉ પણ મારામારી અને અપહરણ જેવા ગુનાને ( Ahmedabad Crime news ) અંજામ આપી ચુક્યો છે. હવે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

Last Updated : Sep 17, 2022, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details