ગુજરાત

gujarat

ETV Bharat / city

Threat to kill to AIMIM Leader : આ નેતાને મારી નાખવાની ધમકી, કયા પ્રકારની ધમકી અપાઇ જાણો

'પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું છે. તમને મારવા પણ મને સોપારી મળી છે.' કહીને અજાણ્યા શખ્સે AIMIMના ગુજરાત પ્રમુખ સાબીર કાબલીવાલાને ધમકી (Threat to kill to AIMIM Leader ) આપી પૈસાની માંગણી કરી હતી. આ ધમકી ફોન પર આપવામાં (AIMIM Leader kabliwala Threatened to kill) આવી હતી.

Threat to kill to AIMIM Leader : આ નેતાને મારી નાખવાની ધમકી, કયા પ્રકારની ધમકી અપાઇ જાણો
Threat to kill to AIMIM Leader : આ નેતાને મારી નાખવાની ધમકી, કયા પ્રકારની ધમકી અપાઇ જાણો

By

Published : Jun 15, 2022, 9:54 PM IST

અમદાવાદ- પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની (Assassination of Sidhu Musewala) ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યાં અમદાવાદમાં અસદુદ્દિન ઓવૈસીની પાર્ટીના ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાને (Threat to kill to AIMIM Leader ) કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને ધમકી આપી હતી કહ્યું કે મેં સિદ્ધૂ મૂસેવાલાનું મર્ડર કર્યું છે અને તમને મારવાની પણ સોપારી મને મળી છે. બીજી તરફ ફોન કરનાર શખ્સે તેમની પાસે પૈસાની માંગ પણ કરી હતી. તેમણે આ ફોન પર મળેલી ધમકી (AIMIM Leader kabliwala Threatened to kill)અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાબીર કાબલીવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ- AIMIMના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તે (Threat to kill to AIMIM Leader ) ગઈકાલે રાતે આસ્ટોડિયા દરવાજા પાસે ગાડીમાં બેઠા હતાં. ત્યારે અજાણ્યા નંબર પરથી તેમના ફોન પર વૉટસએપ કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ ઇમરાન હોવાની આપીને કહ્યું કે પંજાબના સિંગર સિદ્ધુ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું હતું અને હવે તમારી પણ સોપારી સતયુગ મહારાજે આપી છે.

આ પણ વાંચોઃ AIMIM ફક્ત મુસ્લિમ બેલ્ટ પર જ ચૂંટણી લડશે તો અમને ખૂબ દુ:ખ થશેઃ અમદાવાદ AAP પ્રમુખ

આ રીતે આપી ધમકી - ફોન કરનારે વૉટસએપ વિડિઓ કોલ કર્યો હતો જેમાં બે હજારની નોટોના બંડલ ભરેલી બેગ બતાવીને કહ્યું હતું કે તમે માણસ સારા છો મેં તપાસ ક.રી તમે મને આટલા રૂપિયા આપતા હોય તો હું તેને ઠોકી દઉં. તમારી ગાડી જ્યાં હોય ત્યાં જ ઉભી રાખી દો, મારા માણસ તમારી આગળ પાછળ જ છે.. હું તમને બે કલાકનો સમય આપું છું અને એક એકાઉન્ટની વિગત મોકલું છું. તેમ કહીને ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તેણે મેસેજ કરીને બેંકની વિગત મોકલી હતી અને 12 જેટલા કોલ કર્યા હતાં જે કાબલી વાલાએ (Threat to kill to AIMIM Leader ) ઉપાડ્યા નહોતા અને ત્યાર બાદ પૈસા માગનાર આરોપીએ સિદ્ધુ મુસેવાલાના મર્ડરનો વિડિઓ મોકલ્યો હતો. વૉટસએપ કોલ કરવાનું ચાલુ રાખ્યુ હતું. જે કાબલી વાલાએ ઉપાડ્યા નહોતાં

આ પણ વાંચોઃ AIMIM વિરુદ્ધ BJP-CON અફવાઓ ફેલાવી રહી છે : પાર્ટી પ્રવક્તા દાનિશ કુરેશી

કાબલીવાલાએ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો- ફોન ના ઉઠાવતા આરોપીએ કાબલીવાલાને એક ઓડીઓ મોકલ્યો હતો. જે ઓડીઓમાં કહ્યું હતું કે આપ ફોન નહીં ઉઠા રહે, કોઈ બાત નહિ, તીન દિન કી વોર્નિંગ દેતા હું, કલ આપ ફોન કરતે હો તો ઠીક હે મોસ્ટ વેલકમ આપકો એ તીન દિનમે જો ભી સપને હે પુરે કર લેના, શોખ પુરે કર લેના ચોથા દિન આખરી દિન હોગા આપકા... તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પણ ફોન આવ્યા હતાં અને તેમણે ફોન ઉઠાવ્યા નહોતાં. આ બાબતે ગંભીરતા દાખવી સાબીર કાબલીવાલાએ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો, જેથી પોલીસ પહોંચી હતી અને પોલીસ સાથે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ (Threat to kill to AIMIM Leader ) હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details