ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાનગી શાળામાં શિક્ષણનો અભાવ, ચાલુ વર્ષે મ્યુનિ. સ્કૂલમાં 14,576 વિદ્યાર્થીઓનો પ્રવેશ - admission in Municipal School

આજના મોંઘા શિક્ષણને લઇ હવે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરીફાઈ શરૂ થઇ છે, ત્યારે ખાનગી શાળાની તોતિંગ ફીના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓ તરફ વળ્યાં છે.

etv bharat
etv bharat

By

Published : Jul 1, 2020, 3:49 PM IST

અમદાવાદ: શિક્ષણ સમિતિ ચેરમેન મ્યુનિ. શાળામાં NCERT અભ્યાસક્રમના શિક્ષિત શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. તેમજ મ્યુનિ. શાળામાં વિવિધ યોજનાના લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યાં છે. મ્યુનિ. શાળાઓમાં વધી રહેલી સુવિધાઓ આધુનિક પ્રયોગશાળા, કોમ્પ્યૂટર લેબ, લાયબ્રેરી, રમત-ગમતના પુરતા મેદાન, 60 નવા બિલ્ડીંગ તથા ખાનગીશાળાની તોતિંગ ફીના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હવે મ્યુનિ. શાળાઓ તરફ વળ્યાં છે.

ચાલુ વર્ષે મ્યુનિ સ્કૂલમાં 14,576 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી અત્યાધુનિક સ્કૂલો બનવાઈ છે. શાળામાં વાલીઓની કમિટી પણ બનાવવામાં આવી છે. વાલીઓનો અભિગમ બદલાયો છે. જેથી તેઓ હવે સરકારી સ્કૂલ પર વિશ્વાસ મૂકી રહ્યાં છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ LC લઇ મ્યુનિ સ્કૂલ બોર્ડની સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. ચાલુ વર્ષે શહેરની મ્યુનિ. શાળાઓમાં 14,576 વિદ્યાર્થીઓએ પ્રવશે મેળવ્યો છે.

જ્યારે 50થી વધુ સ્કૂલોમાં એડમિશન માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં 20 હજાર જેટલા બાળકો મ્યુનિ. શાળામાં પ્રવેશ લેશે તેવું મ્યુનિસિપલ શાળાના શાસનાધિકારીએ જણાવ્યું છે. મ્યુનિસિપલ સ્કૂલમાં છેલ્લા બે વર્ષમાં તાલીમબધ્ધ શિક્ષકો અને શિક્ષણનું સ્તર સુધરતા હવે મ્યુનિ. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ચાલુ વર્ષે મ્યુનિ સ્કૂલમાં 14,576 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

ચાલુ વર્ષે ખાનગી શાળાઓમાંથી 3200 જેટલા વિદ્યાર્થીઓએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિ. શાળામાં કુલ 1457 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. 2014-15થી 2018-19 સુધીના સમયગાળા દરમ્યાન ખાનગી શાળામાં 21042 વિધાર્થીઓ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં 11217 વિદ્યાર્થી તથા 9825 વિદ્યાર્થિનીઓ છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 10 જૂનથી 25 જુન સુધી ખાનગી શાળાના ત્રણ હજાર વિદ્યાર્થીઓએ મ્યુનિ. શાળામાં એડમિશન લીધા છે. ધો.1માં 17, ધો.2માં 490 ધો.3 માં.536, ધો.4 માં 554, ધો. 5માં 536, ધો.6 માં 470, ધો.7માં 388 તથા ધો.8 માં 193 વિદ્યાર્થીઓ ખાનગીશાળામાંથી મ્યુનિ. શાળામાં ભણવા માટે આવ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સારું ભણતર મળે તે માટે માળખાકીય સુવિધાઓ મળે છે.

ABOUT THE AUTHOR

...view details