ગુજરાત

gujarat

ETV Bharat / city

Solar Eclipse 2021 : આ વખતનું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, મોટા ભાગની રાશિઓ માટે અશુભ - Solar Eclipse

આવતીકાલે 10મી જૂનના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ )Solar Eclipse 2021) થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તે મોટા પાયે ઉત્તર અમેરિકા, કેનેડા, યુરોપ અને રશિયામાંથી દેખી શકાશે. એટલે કે ભારતમાં તેનું સૂતક પાળવાનું રહેશે નહીં.

આ વખતેનું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાઇ
આ વખતેનું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાઇ

By

Published : Jun 9, 2021, 9:34 AM IST

Updated : Jun 9, 2021, 2:02 PM IST

  • 10 જૂને બનશે સૂર્યગ્રહણની ઘટના
  • આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
  • ભારતમાં નહીં દેખાય ગ્રહણ

અમદાવાદ: વૈજ્ઞાનિક તથ્ય મુજબ સૂર્યગ્રહણ (Solar Eclipse 2021)એક સામાન્ય ખગોળીય ઘટના છે. જે મુજબ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક જ સીધી લાઈનમાં આવતા, પૃથ્વીવાસીઓને ચંદ્ર દ્વારા સૂર્યને ઢાંકી દેવાયો હોય તેવા ભાસ થાય છે. પરંતુ સૂર્ય કદમાં મોટો હોવાથી તેની પાછળ કંકણ જેવી પ્રકાશિત આકૃતિનું સર્જન થાય છે. જેને સામાન્ય ભાષામાં સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. તેવી જ રીતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવતા પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. ત્યારે ચંદ્ર ગ્રહણ થયું કેમ કહેવાય છે. આવતીકાલે 10મી જૂનના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં

આ વર્ષમાં કેટલા ગ્રહણ?

આ વર્ષમાં બે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થશે. 10મી જુન અને 04 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ જ્યારે 26 મે અને 19 નવેમ્બરે ચંદ્રગ્રહણ થનાર છે. બંને સૂર્યગ્રહણ ભારતમાંથી જોઈ શકાશે નહીં. 10 જૂને થનાર સૂર્યગ્રહણ વૈશાખ વદ અમાસ, ગુરૂવારના રોજ વૃષભ રાશિ અને મૃગશીર્ષ નક્ષત્રમાં થશે. જેનો ભારતીય સમય બપોરે 01:42 કલાકથી સાંજના 06:41 કલાક એટલે કે 05 કલાક જેટલો સમય રહેશે. આ ગ્રહણ ઉત્તર અમેરિકા, કેનેડા, યુરોપ અને રશિયમાંથી જોઈ શકાશે.

આ વખતેનું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાઇ

આ પણ વાંચો:વલસાડ જિલ્લાના દેવાલયો સૂર્યગ્રહણના સમયે રહેશે બંધ

શું કહે છે જ્યોતિષાચાર્ય?

પુરાણો અને જ્યોતિષીઓના મતે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહ એ બંનેને અશુભ માનવામાં આવે છે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી, તેનું સૂતક પાળવાનું રહેશે નહીં, જેથી મંદિરો પણ ખુલ્લા રહેશે. આ સમયે બારેય રાશિનાં લોકોએ સૂર્યનારાયણનો જાપ કરવો જોઈએ. પોતાના ઈષ્ટ દેવની આરાધના કરવી જોઈએ. આ સમય દરમિયાન મંત્રશક્તિના જાપ કરીને મંત્ર સિધ્ધ કરી શકાય છે. સાથે જ ગાયત્રી મંત્ર કે ગુરુમંત્ર પણ કરી શકાય છે.જો કે જ્યોતિષાચાર્યનું માનવું છે કે, છેલ્લા બે વર્ષના સમયગાળાને જોતા અને આગામી સમયની પણ ભવિષ્યવાણી જોતા આ ગ્રહણ મોટાભાગની રાશિ ઉપર નકારાત્મક અસર કરનારું છે. સ્વાસ્થ્ય અને ધન સંબંધી સમસ્યાઓનો સંકેત આપનાર છે.

આ પણ વાંચો:ગુજરાતમાં આજે સૂર્ય 70 ટકા જેટલો ઢંકાયેલો જોવા મળશે, હવે ભારતમાં વર્ષ 2031માં સૂર્યગ્રહણ જોવા મળશે

ગ્રહણ વખતે શુ કરવું અને શું ન કરવું?

જ્યોતિષાચાર્ય કહે છે કે, ગ્રહણના સમયે તમામ પ્રકારના કાર્ય વર્જિત છે. એટલે કે આ સમયગાળા દરમિયાન થતા શુભ કાર્યોનું ફળ પણ અશુભ મળે છે. સામાન્ય રીતે સુર્ય ગ્રહણનું સૂતક 12 કલાક અને ચંદ્ર ગ્રહણનું સૂતક 09 કલાક પહેલા હોય છે, ગ્રહણ પતે તે સમાપ્ત થાય છે. આથી સુતક દરમિયાન રાંધવું જોઈએ નહીં. સ્નાન કરીને શરીરને સ્વચ્છ રાખવું જોઈએ. તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. દેવ મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ નહીં. ગ્રહણ દરમ્યાન ઊંઘવું જોઈએ નહીં અને સતત પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ.

Last Updated : Jun 9, 2021, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details