ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં આ વખતે RTE હેઠળ 14,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે - RTE હેઠળ એડમિશન

કોરોનાના કારણે તમામ લોકોની આર્થિક સ્થિતિ કથડી છે ત્યારે શહેરમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. આ વખતે શહેરમાં 14,000 બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાશે. જ્યારે ગયા વર્ષે 8,600 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ અપાયો હતો. એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

અમદાવાદમાં આ વખતે RTE હેઠળ 14,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
અમદાવાદમાં આ વખતે RTE હેઠળ 14,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

By

Published : Jun 26, 2021, 2:21 PM IST

  • રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત
  • વાલીઓ 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે
  • 15 જુલાઈથી સ્કૂલ ફાળવણી શરૂ થશે

અમદાવાદઃ રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) કે જેમાં જે પરિવારની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોય તેમના બાળકોને RTE અંતર્ગત સ્કૂલોમાં પ્રવેશ આપતા આપવામાં આવતો હોય છે ત્યારે ચાલુ વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે આજથી RTE પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વાલીઓ 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે અને 6થી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવશે જ્યારે રાજ્યમાં ૧૦ હજારથી પણ વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવશે. શહેર વિસ્તારમાં આવક મર્યાદા 1.5 લાખ રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની આવક મર્યાદા રખાઈ છે ત્યારે ચાલુ વર્ષે બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા યોજવામાં આવશે.
આ પણ વાંચો-મહેસાણા જિલ્લામાં RTE હેઠળ 1,600 બાળકોને ખાનગી શાળામાં અપાશે પ્રવેશ

ગયા વર્ષની સરખામણીમાં વિદ્યાર્થીઓ 2 હજાર વધુ

આ મામલે DEOના સિનિયર સુપરિન્ટન્ડન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જે વાલીઓ ફોર્મ ભરે છે અને ડોક્યુમેન્ટ સબમીટ કરે છે. તેની સારી રીતે ચકાસણી કરવામાં આવે અને ત્યારબાદ જ ફોર્મ સબમીટ કરાય અને જો કોઈ પણ પાછળથી ભૂલ હશે તો તેમાં સુધારો થશે નહીં અને એ ફોર્મ રદ થશે ત્યારે ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે પણ વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે 14,000 જેટલા વિદ્યાર્થીઓને RTE હેઠળ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ અપાશે. ગયા વર્ષની તુલના કરતા આ વર્ષે 2 હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સરકાર દ્વારા 25 ટકાનો ક્રાઈટેરિયા ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવાનો નક્કી કરવામા આવ્યો છે. તે મુજબ ખાનગી સ્કૂલોમાં RTE વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
આ પણ વાંચો-RTEને લઈને મોટી જાહેરાત: 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

આ વર્ષે RTE માટે હેલ્પલાઈન પણ શરૂ થઈ

ગયા વર્ષની વાત કરીએ તો. કુલ 23,851 અરજીઓ અમદાવાદ જિલ્લામાં આવી હતી. તેમાંથી 16,519 અરજીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ત્યારે 3,302 અરજીઓ રદ કરવામાં આવી હતી. જ્યારે વાલીઓ જ દ્વારા 4,030 અરજીઓ રદ કરવામાં આવી હતી. આ વર્ષે RTE માટે એક હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. આનાથી વાલીઓને કોઈ પ્રશ્ન હોય તો તે નંબર પર ફોન કરીને બધી વિગત પૂછી શકશે. ત્યારે આ વર્ષે ઓનલાઈન ખામી ન સર્જાય તે માટે વેબસાઈટ પણ અત્યાધુનિક તૈયાર કરવામાં આવી છે. આથી ટેક્નિકલ ખામી સર્જાવાની શક્યતા ઓછી રહે છે, પરંતુ આજે પ્રથમ દિવસે જ વેબસાઈટ બંધ હોવાથી ઘણા વાલીઓને મુશ્કેલી ભોગવવી પડી હતી. જ્યારે RTE મામલે જે સ્કૂલો RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે અને બાદમાં રદ કરશે. તે સ્કૂલ સામે DEO દ્વારા કાર્યવાહી કરવામા આવશે. જ્યારે વદ્યાર્થીઓને સરળતા રહે તે માટે નજીકની સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details