- વિધાર્થીઓને શીખવે છે નવી પેઢીનું શિક્ષણ
- બાળકોથી માંડી યુવાનોમાં છે પ્રચલિત તેમનું વ્યક્તિત્વ
- કાશ્મીરના શિકારામાં રહીને પુરા વિશ્વમાં કોડિંગનું શિક્ષણ આપે છે
- નવી જનરેશન માટે ખૂબ જરૂરી છે કોડિંગનું શિક્ષણ
અમદાવાદઃ શહેરના એક શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા કાશ્મીરમાં જાય છે. આ શિક્ષક કાશ્મીરના વિદ્યાર્થીઓને સફળ બનાવવા માટે કાશ્મીરમાં જાય છે.
બાળકોથી માંડીને યુવાનોમાં પણ પ્રચલિત
શિક્ષક ડૉ.શ્યામ ચાવડાના કારણે કાશ્મીરના સ્થાનિક લોકોને પણ નવું જાણવા મળ્યું હતું. આ સાથે જ તેમના બાળકો પણ ડૉ.શ્યામ ચાવડા પાસે જ્ઞાન મેળવીને કંઈક સારું મેળવી શકશે તેવી અપેક્ષા પર ખરા ઉતર્યા છે. આ અમદાવાદી શિક્ષક ડૉ.શ્યામ ચાવડાને જોઈને વિદ્યાર્થીઓ અને ત્યાંના વાલીઓના ચહેરા ખીલી ઉઠે છે.
અમદાવાદના શિક્ષક ડૉ.શ્યામ ચાવડાએ જણાવ્યું કે, તેમણે લોકડાઉન બાદ કાશ્મીરમાં જઈને બાળકોને શિક્ષણ આપ્યું હતું અને આ સાથે જ તેમણે સમગ્ર વિશ્વમાં રહેલા તેમના વિધાર્થીઓને ઓનલાઇન કોડિંગનું જ્ઞાન આપ્યું હતું.