- એકેડેમિક કાઉન્સિલર અને રાજ્યપાલ કરે છે કુલપતિની પસંદગી
- એકેડેમિક કાઉન્સિલર અને સિન્ડિકેટ સભ્યોની સંયુક્ત બેઠકની રચના થાય છે
- રજીસ્ટ્રાર દ્વારા રાજ્યપાલને પ્રતિનિધિ માટે એક પત્ર લખવામાં આવે છે
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની પસંદગી માટે અનેક પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. આ યુનિવર્સિટીના કુલપતિ પદે ઉમાશંકર જોશી, મગનભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ તથા કે. શાસ્ત્રી જેવા કેટલાક પ્રતિષ્ઠીત મહાનુભાવ કુલપતિ પદે રહી ચૂક્યા છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો રાજનીતિથી દૂર હોવા જોઈએ તેમ કહેવાય છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી પરંતુ વાસ્તવમાં દરેક રાજકીય પક્ષો પોતાના વિચારધારાને અનુકૂળ પોતાના વફાદાર માણસોની આ પદ પર નિમણૂક કરવાની ઇચ્છા ધરાવે છે. ભૂતકાળમાં પણ જે તે પક્ષ આ કામ કર્યું છે હવે ભગવાકરણ થઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની ભલામણ 1940માં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શેઠ અમૃતલાલ, હરગોવિંદદાસ અને આનંદ શંકર જેવા લોકોએ કરી હતી, પરંતુ તેની સ્થાપના આઝાદી પછી કરાઈ હતી.
આ પણ વાંચો:આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક કરાઈ
આ રીતે થાય છે કુલપતિની પસંદગી:
આ પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવે છે, જેમાં ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવે છે. એક સભ્ય જ્યારે એકેડેમિક કાઉન્સિલર બીજો રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાંથી એક કુલપતિ હોય છે અને ત્રીજો રાજ્યપાલ દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ, જે કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જ્યારે કુલપતિની મુદત પુરી થવાના છ મહિના પહેલા આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જેના માટે યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા આ પ્રક્રિયા હાથ ઉપર લેવામાં આવે છે અને એકેડેમિક કાઉન્સિલર અને સિન્ડિકેટ સભ્યોની સંયુક્ત બેઠક શરૂ કરવામાં આવે છે. રજીસ્ટ્રાર દ્વારા રાજ્યપાલને પ્રતિનિધિ માટે એક પત્ર લખવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવે છે. ત્યારબાદ એક સર્ચ કમિટીની રચના કરી એક બેઠક બોલાવવામાં આવે છે, જેમાં કુલપતિની પસંદગી માટેની સર્ચ કમિટી દ્વારા બેઠક બોલાવવામાં આવે છે. જ્યારે કુલપતિ પસંદગી માટેના ધારા-ધોરણો મધ્યાનમાં લઈને સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા આગળ ધપાવવા માં આવે છે.