ગુજરાત

gujarat

ETV Bharat / city

આ સરકારને તો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પણ બરદાસ્ત નહીં !

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના વાડજ સર્કલથી ગાંધી આશ્રમ સુધી દેશમાં થઇ રહેલા યુવતીઓ પરના અત્યાચારના વિરોધમાં મૌન કેન્ડલ માર્ચનુ આયોજન કરાયું હતું. આ શાંતિપૂર્ણ આંદોલન પણ સરકારથી સહન થયું નહીં અને તમામ પ્રદર્શનકારી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ahmedabad protest
આ સરકારને તો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પણ બરદાસ્ત નહીં

By

Published : Oct 2, 2020, 10:08 PM IST

અમદાવાદઃ જે વ્યક્તિઓએ કોંગ્રેસ અને ભાજપ એમ બંનેની સરકાર જોઇ છે. તેઓ ચોક્કસપણે કહી શકે છે કે, વર્તમાન ભાજપની સરકારમાં તો વિરોધ કરવાનો પણ અધિકાર નથી. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ઊછળી - ઊછળીને વિરોધ કરનારા ભાજપના નેતાઓ અને કાર્યકરોને ક્યારેય રોકાયા નથી. તેમની પર ક્યારેય પોલીસ દ્વારા બળજબરી કરાઈ નથી. પરંતુ વર્તમાન સરકારે તો નાગરિકોના મૂળભૂત હકોનું જ હનન કરી નાખ્યું છે.

આ સરકારને તો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પણ બરદાસ્ત નહીં

ઉત્તર પ્રદેશના હાથરસમાં જે પ્રમાણે યુવતી સાથે અમાનુષી અત્યાચાર થયો છે. તે ઘટનામાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. ત્યારે સમગ્ર દેશના જુદા-જુદા રાજ્યોમાં યુવતીઓ સાથે આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. તેને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. પરંતુ આ બંન્ને વિરોધ પક્ષ દ્વારા પ્રદર્શન યોજાય તે પહેલાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જાય છે અને દરેક વ્યક્તિ જાણે ગુનેગાર હોય તેમ અટકાયત કરે છે.

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, જેઓ વિધાનસભ્ય છે. તેમની સાથે પણ પોલીસે ઝપાઝપી કરી છે. પોલીસ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઝપાઝપીમાં નેતાનું ખમીસ ફાટ્યુ હતુ. આવી જ રીતે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદના વાડજ સર્કલથી ગાંધી આશ્રમ સુધી દેશમાં થઇ રહેલા યુવતીઓ પરના અત્યાચારના વિરોધમાં મૌન કેન્ડલ માર્ચનુ આયોજન કરાયું હતું. આ શાંતિપૂર્ણ આંદોલન પણ સરકારથી સહન થયું નહીં અને તમામ પ્રદર્શનકારી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ સરકારને તો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પણ બરદાસ્ત નહીં

એમ પણ પોલીસ દારૂબંધીનો અમલ કરાવી શકતી નથી. એટલે જ તો યુવાધનને બરબાદ કરતા નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ મળે છે, તેની પર પોલીસ કોઈ જ પગલાં લેતી નથી. તેમજ યુવતીઓ પર થતાં અત્યાચાર પોલીસ રોકી શકતી નથી. આ સાથે જ સમગ્ર દેશમાં અને રાજ્યમાં સરેઆમ લૂંટ અને ચોરીના બનાવ બને છે, હત્યાઓ થાય છે. આ બધી ઘટનાઓ પર પોલીસનું ધ્યાન નથી.

આ બધું જોતા તો એવું લાગે છે કે, પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓનું કાર્ય ફક્ત સરકાર સામે નાનો એવો પણ વિરોધ થાય તો તેને દબાવવાનું રહીં ગયુ છે.

ABOUT THE AUTHOR

...view details