ગુજરાત

gujarat

ETV Bharat / city

Third Wave of Corona: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ થયા કોરોનાથી સંક્રમિત - Continuous increase in cases of corona

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો(Continuous increase in cases of corona) જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આવેલ અસારવા સિવિલ અને સોલા સિવિલના ડોક્ટરો અને ત્યાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં(Doctors also became infected with corona) આવ્યો છે. જો હોસ્પિટલનો સ્ટાફ જ કોરોનામાં સપડાઇ રહ્યો હોય તો, આમ જનતાએ પણ હવે વધુ સાવચેતી રાખવી જરુરી છે.

Third Wave of Corona
Third Wave of Corona

By

Published : Jan 9, 2022, 3:20 PM IST

અમદાવાદ:રાજ્યમાં કોરોનાના કેસો(Continuous increase in cases of corona) સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધુ કેસ ધરાવતું શહેર અમદાવાદ પણ હવે વધુ સુરક્ષિત દેખાઇ રહ્યું નથી. શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલના 8 ડોક્ટરો અને 2 સ્ટાફ કર્મીઓ સહિત કુલ 10 લોકો કોરોનાની(Doctors also became infected with corona) ઝપેટમાં આવ્યા છે. શહેરની હોસ્પિટલનો સ્ટાફ પણ હવે સુરક્ષિત નથી લાગી રહ્યો ત્યારે સામાન્ય જનતાએ હવે વધું સાવચેતિ રાખવી જોઇએ.

Third Wave of Corona

અસારવા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાનો આતંક

અમદાવાદ શહેરમાં ગઇકાલે શનિવારે વધુ 2,521 કોરોનાના નવા કેસ નોંધાયા હતા, જ્યારે બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ 4 ડોકટરોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 4 ડોક્ટકો પૈકી 3 ડોક્ટરો રેડીયોલોજી વિભાગના અને 1 ડૉક્ટર આંખની હોસ્પિટલનો છે. આંખની હોસ્પિટલમાં કુલ 5 ડોક્ટરો સહિત સિવિલમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ લોકો સંક્રમિત થયા છે, ડોક્ટરના સંપર્કમાં આવેલ અન્ય સ્ટાફ કર્મીઓના સેમ્પલ લઇને રિપોર્ટ માટે મોકલવવામાં આવ્યા છે.

સંપર્કમાં રહેલા સ્ટાફનુંન કરાયું ટેસ્ટીંગ

સોલા સિવિલના આંખ વિભાગમાં પણ ગઇકાલે શનિવારે વધુ 6 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેમાં 4 ડોક્ટરો અને 1 ટેકનિશિયન, 1 સર્વન્ટનો સમાવેશ થાય છે. સંક્રમિતોના સંપર્કમાં આવેલા અન્ય લોકોનું પણ ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :India Corona Cases : વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની સ્થિતિ અંગે આજે સમિક્ષા બેઠક કરશે

આ પણ વાંચો : Corona Updates India: ભારતમાં 1,59,632 કોરોના કેસ નોંધાયા, ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10.21 ટકા

ABOUT THE AUTHOR

...view details