ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat rain update: રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ - ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર

રાજ્યમાં ચોમાસાની સીઝન શરૂ થયે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે, પણ વરસાદનું ( Rain ) પ્રમાણ પણ ખૂબ ઓછું છે. આજે રાજ્યના હવામાન વિભાગ અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં હજુ આવનારા 5 દિવસ સુધી વરસાદ નહીં આવે. જ્યારે રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. જો કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે

રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ
રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ

By

Published : Aug 6, 2021, 7:19 PM IST

  • 10 ઓગસ્ટ સુધી વરસાદ નહી પડે,વાદળછાયું વાતાવરણ રહેશે
  • રાજ્યમાં હજુ આવનારા 5 દિવસ સુધી વરસાદ નહીં આવે
  • હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે

ગાંધીનગર: રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. રાજ્યમાં ભારે વરસાદના ( Rain )કારણે સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગ, નેશનલ હાઇવે અને અન્ય માર્ગો બંધ કરવા પડે છે અથવા તો રસ્તાઓ બંધ થઈ જાય છે.

રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ

આ પણ વાંચો- Gujarat rain update: ડાંગ જિલ્લામાં ઝરમરીયો વરસાદ, કોઝવે ઉપરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર સામાન્ય બન્યું

એક પણ રસ્તા બંધ થયાં નથી: ઇમરજન્સી સેન્ટર

ઇમરજન્સી સેન્ટર પરથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 5 ઓગસ્ટના 2 વાગ્યા સુધીમાં તમામ રસ્તાઓ કાર્યરત છે, એક પણ રસ્તા બંધ થયાં નથી અને બંધ કરવામાં પણ આવ્યાં નથી.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

અત્યાર સુધી રાજ્યના કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.78 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.

33 જિલ્લાઓમાંથી ફક્ત પાંચ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં તમામ તાલુકાઓ અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 33 જિલ્લાઓમાંથી ફક્ત પાંચ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તમામ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ પણ વરસાદ ( Rain )નોંધાયો નથી.

વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની ચિંતામાં પણ થયો વધારો

આમ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની ચિંતામાં પણ હવે વધારો થયો છે. આમ ખેડૂતોએ વાવણી કરી અને પાક ઊભો થયો છે તે ઊભા પાકને પણ નુકસાન થવાની શક્યતાઓમાં વધારો થયો છે. જો વરસાદ હજુ પણ ખેંચાશે, તો ખેડૂતોને આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે.

આ પણ વાંચો- Gujarat rain update: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત, વ્હાનવ્યવહાર માટે 2 માર્ગો બંધ

ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડી શેક છે. મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. હજુ પણ જોઈએ એવો વરસાદ થયો નથી, ત્યારે ઓગસ્ટના અંત સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવી હવામાને આગાહી કરી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ ઇંચ વરસાદ નહીં

રાજ્યમાં ચોમાસાની સીઝન કાર્યરત છે, પરંતુ રાજ્યમાં 24 કલાક માટે એક પણ ઇંચ વરસાદ ( Rain ) નોંધાયો નથી. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી માહિતી મળતી માહિતી પ્રમાણે રાજ્યના ફક્ત પાંચ જ જિલ્લાઓમાં ગણતરીના એક અથવા તો 2 MM વરસાદની નોંધણી થઈ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં એક ઈચ જેટલો પણ વરસાદ પડ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details