અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા રોજના 700થી 800 ખાડા ભરવામાં આવતા હોવા છતાં આ સ્થિતિ છે. જોકે ખાડા પૂરવામાં આવે છે, ત્યાં પણ એક જ વરસાદી ઝાપટામાં ખાડા ખુલ્લા થઇ જાય છે. આમ, ખાડા મામલે હતા ત્યાને ત્યા જ જેવો ઘાટ સર્જાયો છે.
અમદાવાદ શહેરમાં છે અધધ 17 હજાર ખાડાઓ... - અમદાવાદ શહેરના ખાડાઓ
અમદાવાદ શહેરની હાલત એવી છે કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ તે સમજણ નથી પડી રહી છે, તેવા સંજોગોમાં છેલ્લા ચાર દિવસમાં ખાડાઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. શહેરનો લગભગ કોઇ વિસ્તાર બાકાત નથી, જ્યાં મસમોટા ખાડા ન પડ્યા હોય.
શહેરમાં 23 ઓગસ્ટ સુધી પુરાયેલા ખાડાની જો વાત કરવામાં આવે 6097 છે. ત્યારબાદ 25 ઓગસ્ટે ખાડાની સંખ્યા 9481 હતી. જે વધીને 30 ઓગસ્ટે 17000 થઈ ગઇ છે. જો કે, કોર્પોરેશન દ્વારા વેટમીક્ષથી ખાડા પૂરવામાં આવી રહ્યા છે. પરંતુ એ પણ ચૂંટણીના કારણે કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, થોડા જ સમયમાં ચૂંટણી આવી રહી છે. જેના લીધે સત્તાવાળાઓ પર ખાડાઓ તાત્કાલિક પૂરવાનું દબાણ છે. પરંતુ તે વરસાદના એક જ ઝાપટામાં ખુલી જાય છે. વેટમીક્ષ નાંખીને ભરેલા ખાડા પર પેચવર્ક કરવું પડે પરંતુ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ પડતાં એક જ સ્થળે બે-બે વખત ખાડા પૂરવામાં આવે તો પણ સ્થિતિ ઠેરની ઠેર રહે છે.