અમદાવાદસમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે અનેક ઉજવણીના કાર્યક્રમોનું Azadi ka Amrit Mohotsav આયોજન થયું છે, ત્યારે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન રંગ લાવી રહ્યું છે. જે અંતર્ગત લોકો હર ઘર તિરંગા Har Ghar Tringa અભિયાનને સફળ બનાવવા તરફ સ્વયંભૂ આવી રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે હર ઘર તિરંગા અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવા થીમ સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સોંગ કીર્તિ સાગઠિયા અને ભૂમિ ત્રિવેદીએ ગયું છે. આ થીમ સોન્ગના દિગદર્શક અભિલાષ ઘોડા છે.
આ પણ વાંચોહર ઘર તિરંગા યાત્રામાં મુસ્લિમ શીખ સમાજ સહિત કિન્નર સમાજ જોડાયો
હર ઘર તિરંગાનું થીમ સોંગઅમદાવાદ અને મુંબઈ એમ બન્ને જગ્યાએ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન લોકોમાં દેશ પ્રતેયની જાગૃતિ વધારવા બનાવામાં આવ્યું છે. આ થીમ સોંગનું સંગીત નિશીથ મહેતાએ આપ્યું છે. દેશમાં 75 માં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ થીમ સોંગ આજે બપોરના 12:39 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું.