ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરંગપુરાની IDBI બેન્કના લોકરમાંથી 16 લાખની ચોરી, 11 મહિના બાદ પોલીસ ફરિયાદ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આઈડીબીઆઈ બેન્કમાં સોલાની પ્રીતિ ઉપાધ્યાય નામની મહિલાએ લોકર ખોલાવ્યું હતું. જોકે, આ લોકરમાંથી 16 લાખની ચોરી થઈ હતી અને એ પણ 11 મહિના પહેલા. કોઈક મહિલાએ પ્રીતિબેનને ફોન પર જાણ કરતા તેમણે લોકર તપાસ્યું હતું. જોકે, ચોર લોકરમાંથી રૂ. 16 લાખના દાગીના અને રોકડ રકમ લઈ ગયો હતો અને માતાજીનો ફોટો અને 101 રૂપિયા મુકી ગયો હતો. આ અંગે ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

નવરંગપુરાની IDBI બેન્કના લોકરમાંથી 16 લાખની ચોરી, 11 મહિના બાદ પોલીસ ફરિયાદ
નવરંગપુરાની IDBI બેન્કના લોકરમાંથી 16 લાખની ચોરી, 11 મહિના બાદ પોલીસ ફરિયાદ

By

Published : Jan 15, 2021, 12:12 PM IST

  • બેન્ક લોકરમાં 16 લાખના મત્તાની ચોરી
  • ચોર માતાજીનો ફોટો અને 101 રૂપિયા મૂકી ગયો
  • 11 મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાઈ
  • નવરંગપુરામાં સીજી રોડ પરની IDBI બેન્કની ઘટના

અમદાવાદઃ બેન્ક લોકર ચોરીના બનાવની વિગતો એવી છે કે, સોલાના સાયન્સ સિટી રોડ પર પહેલા પ્રીતિ ઉપાધ્યાયનું નવરંગપુરામાં સીજી રોડ પરની આઈડીબીઆઈ બ્રાન્ચમાં લોકર હતું. વર્ષ 2020ના ફેબ્રુઆરીમાં અજાણી મહિલાએ તેમને લોકરમાંથી 16 લાખના મત્તાના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જાત તપાસ માટે પ્રીતિબેન બેન્કમાં ગયા હતા ત્યારે ખબર પડી હતી કે, તેમના લોકરમાં માતાજીનો ફોટો અને રૂપિયા 101 રોકડ હતી. લોકરમાંથી સોનાના દાગીના, બંગડી, ચેઈન લક્કી બ્રેસલેટ, વિંટી, પેન્ડલ, લગડી, બુટ્ટી, મંગળસુત્ર, તાંદીના સિક્કા બધુ મળીને રૂ. 16 લાખની ચોરી થઈ હતી. બેન્ક મેનેજરને મળીને પ્રીતિબેને લોકરને સીલ કરાવ્યું હતું.

પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ મામલે તે વખતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. પણ આજે પ્રીતિબેને ચોરીના બનાવ બન્યાના 11 મહિના પછી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details