- અમદાવાદમાં પોલીસ અધિકારીના ઘરમાં ચોરી
- H ડિવિઝનમાં ફરજ બજાવતા ACPના ઘરમાં થઈ ચોરી
- સોનાના દાગીના અને રોકડ સહિત 13.90 લાખની ચોરી
અમદાવાદઃસુરક્ષા અને કાયદો વ્યવસ્થાનું પાલન કરાવતી પોલીસના ઘરમાં જ ચોરી થાય તો સુરક્ષા કેવી રીતે થતી હશે વિચારવું રહ્યુ...? આવો જ એક બનાવ શહેરના ACPના ઘરે બન્યો છે. પોલીસ અધિકારીનો પરિવાર બહાર હતો ત્યારે ચોરએ તકનો લાભ લઈ ઘરમાંથી 13 લાખથી વધુની કિંમતની ચોરી કરી છે.
અમદાવાદમાં પોલીસ અધિકારીના ઘરમાં ચોરી આ પણ વાંચોઃજૂનાગઢ શહેરમાં ધોળા દિવસે પૂર્વ મેયરના પુત્રની હત્યા, હત્યારાઓ નહીં પકડાય તો મૃતદેહ નહી સ્વીકારે પરિવાર
ACP પ્રકાશ પ્રજાપતિના ઘરેથી 13 લાખથી વધુની ચોરી
અમદાવાદમાં H ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતિના ઘરે 13 લાખ 90 હજારની મત્તાની ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. વસ્ત્રાપુર વિસ્તારમાં બહુમાળી ભવન સામે આવેલી સરકારી વસાહતમાં આ ચોરીનો બનાવ બન્યો છે. સોનાના દાગીના, જર્મન સિલ્વરનાં ગ્લાસ 12 નંગ સહિત આશરે 7 લાખની રોકડ રકમની ચોરી થઈ છે. જોકે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે સરકારી વસાહતમાં મોટા ભાગે પોલીસ અધિકારીઓ રહેતા હોય છે અને ત્યાં ચોરીનો બનાવ બનતા સવાલો થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ACPની પત્ની દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃસાબરમતી રિવરફ્રન્ટ પર NO PARKING ZONE ન હોવાથી પોલીસ વાહન જપ્ત કરી શકે નહી: હાઈકોર્ટ
પોલીસ અધિકારીના ઘરમાં ધોળા દિવસે ચોરી...!
પોલીસને બનાવ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો તપાસ કરવા ACPના ઘરે પોહચ્યો હતો. ચોરોએ આસપાસમાં CCTV કેમેરા ના હોવાનું લાભ લીધો હતો. તસ્કરોએ પોલીસ અધિકારીના ઘરમાંથી 13 લાખ 90 હજારની ચોરી કરી ફરાર થયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ અધિકારીના ઘરમાં ધોળા દિવસે ચોરી થઈ છે, જ્યારે પોલીસ અધિકારી પ્રકાશ પ્રજાપતિ ફરજ પર હતા અને પત્ની દ્વારકા ગયા હતા. હાલ તો વસ્ત્રાપુર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, જો પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજાની સુરક્ષા કેવી રીતે...?