ગુજરાત

gujarat

ETV Bharat / city

અનલોકમાં પણ થીયેટર્સ કેમ સૂમસામ? ફિલ્મરસિયાઓ હજુ પણ થીયેટર્સથી દૂર, જુઓ વિશેષ અહેવાલ...

સરકારે કોરોના ગાઇડલાઇન સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ગાઇડલાઇનના અમલને કારણે એક સીટ ખાલી રાખીને એક સીટ પર બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસીને ફિલ્મ જોવાનો આનંદ માણી શકતાં નથી. આ કારણે થિએટરોમાં લોકોની સંખ્યા ઘટી છે. જેના કારણે શો રદ કરવાની સ્થિતિ ઉભી થઈ છે.

થીયેટર્સ કેમ સૂમસાન? લોકડાઉન ખુલી ગયાં પણ આ કારણે હજુ ફિલ્મરસિયાઓ થીયેટરથી દૂર
થીયેટર્સ કેમ સૂમસાન? લોકડાઉન ખુલી ગયાં પણ આ કારણે હજુ ફિલ્મરસિયાઓ થીયેટરથી દૂર

By

Published : Oct 31, 2020, 4:28 PM IST

  • ગાઈડલાઈન સાથે મલ્ટીપ્લેક્સની શરૂઆત
  • કોરોના કાળ કરતા માલિકોને બમણું નુકસાન
  • સોશિયલ ડિસ્ટન્સના નિયમોના કારણે દર્શકોની ઓછી સંખ્યા
  • નવી ફિલ્મ રિલીઝ થવાની શક્યતા ઓછી
  • દર્શકોને આકર્ષવા તગડા ડિસ્કાઉન્ટની ઓફર

    અમદાવાદઃ સરકારે કોરોના ગાઇડલાઇનના અમલ સાથે મલ્ટિપ્લેક્સ થિયેટર શરૂ કરવાની મંજૂરી આપી છે. તેમ છતાં મોટાભાગના થિયેટરમાં લોકોની ઓછી સંખ્યાને કારણે શો રદ થઇ રહ્યાં છે. વાઇડ એંગલના માલિક રાકેશ પટેલે જણાવ્યું હતું કે, અમે છેલ્લાં ચાર દિવસના શો રદ કર્યા છે. કારણ કે લોકોની સંખ્યાની સામે મેઇન્ટનન્સ પણ નથી નીકળી રહ્યું. સાથે જ કોરોના ગાઇડલાઇનના કારણે કપલ અને પરિવારના લોકો સાથે બેસી ન શકતાં હોવાના કારણે તેઓની સંખ્યા પણ હવે સાવ ઓછી થઇ ગઇ છે.
    કોરોના કાળ કરતા માલિકોને બમણું નુકસાન


  • નિયમોમાં રાહત આપવામાં આવે તેવી અપેક્ષા

    મલ્ટિપ્લેક્સના માલિક રાકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને કારણે દિવાળી પછી પણ નવી ફિલ્મ રિલિઝ થવાની શક્યતા ઓછી છે. નવી ફિલ્મો રિલિઝ ન થવાથી લોકો થિયેટરમાં નથી આવી રહ્યાં, જેના કારણે મોટાભાગના થિએટર માલિકોએ હજુ પણ શો બંધ રાખવા પડી રહ્યા છે. શરૂઆતના દિવસોમાં અમારી અપેક્ષા કરતાં વધુ લોકો આવ્યામ છે. લોકો માટે સેફ્ટી અને સિક્યુરિટીના દરેક નિયમો અમલી કર્યામ છે. પરંતુ અમુક રાજ્યોમાં હજુ પણ થિયેટરો શરૂ કરવાની મંજૂરી નથી. જેની અસર દરેક રાજ્ય પર થઇ છે. વધુ સંખ્યામાં લોકો જોડાય તે માટે અમે ટિકિટો પર ડિસ્કાઉન્ટ અને મિનિમમ પ્રાઇઝમાં શો બુકિંગની સુવિધા આપી છે.

ABOUT THE AUTHOR

...view details