ગુજરાત

gujarat

ETV Bharat / city

7 જુલાઈએ અમદાવાદ શહેરમાં થંભી જશે રિક્ષાઓના પૈડાં

લૉકડાઉનમાં થયેલું આર્થિક નુકસાન તેમ જ રિક્ષાચાલકોની સહાય બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ માગણી ન સંતોષતા ઓટોરિક્ષા ચાલક એસોસિએશન દ્વારા આગામી ૭ જુલાઈ એટલે કે આવતીકાલે અમદાવાદમાં રિક્ષાચાલકો દ્વારા સ્વાભિમાનને લઈ કેટલીક માગોને લઈ એક દિવસ પ્રતીક હડતાળ પાડવામાં આવશે.

આવતીકાલે અમદાવાદ શહેરમાં થંભી જશે રિક્ષાઓના પૈડાં
આવતીકાલે અમદાવાદ શહેરમાં થંભી જશે રિક્ષાઓના પૈડાં

By

Published : Jul 6, 2020, 3:22 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસને કારણે જાહેર કરાયેલા લૉક ડાઉનમાં અનેક ધંધારોજગાર મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે. ધંધાઉદ્યોગને ફરી બેઠાં કરવા માટે સરકાર દ્વારા અલગઅલગ જાહેરાતો કરવામાં આવી છે. આત્મનિર્ભર યોજના અંતર્ગત લોન આપવામાં આવી રહી છે. જોકે આ લોન માટે પુરાવા એકઠા કરવા અનેક મુશ્કેલી પડી રહી છે. તેથી તેમાં રાહત આપવા જેવી માગણીઓ સાથે ઓટોરિક્ષા યુનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત અંગે સરકાર દ્વારા યોગ્ય જવાબ ન મળતાં અમદાવાદમાં બે લાખથી વધારે રિક્ષાચાલકો આવતીકાલે હડતાલ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. એટલે કે આવતીકાલે દિવસભર અમદાવાદ શહેરની અંદર મોટાભાગની રીક્ષાઓના પૈડા થંભી જશે.

આવતીકાલે અમદાવાદ શહેરમાં થંભી જશે રિક્ષાઓના પૈડાં
રિક્ષાચાલકોની અલગ અલગ પાંચ માંગણીઓ જે છે જેને લઇને સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જેમાં દિલ્હી અને તેલંગણા સરકારે આપેલી રાહત જે છે તે ગુજરાત સરકાર પણ આપે તેવી એક માગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર 5 હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના 15 હજાર રૂપિયાની સહાય જે છે તે રિક્ષાચાલકોને આપે સાથે જ રિક્ષાચાલકોના વીજ બિલ, બાળકોની સ્કૂલ ફી સાથે જે મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરવાની માગ કરવામાં આવી છે.
આવતીકાલે અમદાવાદ શહેરમાં થંભી જશે રિક્ષાઓના પૈડાં
ગુજરાત સરકાર દ્વારા નક્કર કોઈ પગલાં લેવામાં ન આવતાં આવતીકાલે રિક્ષા એસોસિએશન એક દિવસની પ્રતીક હડતાળ પાડશે જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રિક્ષા એસોસિએશન ટેકો જાહેર કરવામાં આવ્યો છે રિક્ષા એસોસિએશન દ્વારા સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું કે એક લાખની લોન ફક્ત કાગળ પર હોવાનો જ દાવો કરવામાં આવ્યો છે.
આવતીકાલે અમદાવાદ શહેરમાં થંભી જશે રિક્ષાઓના પૈડાં
અમદાવાદની જ વાત કરીએ તો ખાલી અમદાવાદમાં જ બે લાખથી વધુ લોકો રિક્ષા ધરાવે છે, જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ૮ થી ૧૦ લાખ રિક્ષાચાલકો પોતાની રિક્ષાથી પોતાનું રોજગાર ચલાવી રહ્યાં છે. જ્યારે આવતીકાલની હડતાળમાં ૧૦ જેટલા રિક્ષા યુનિયનો કોઈ હડતાળમાં સમર્થન આપ્યું છે. જ્યારે આવતીકાલની એક દિવસની હડતાલમાં સહકાર નહીં સાંભળે તો આગામી ૧૦ જુલાઇના રોજ જીએમડીસી ખાતે વિશાળસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ઉગ્ર આંદોલનને રાજ્યવ્યાપી વિરોધ પણ નોંધાવવામાં આવશે, તેમ શિક્ષા એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.જોકે રિક્ષા એસોસિએશન દ્વારા એક મહત્વની બાબત જણાવવામાં આવી છે કે આવતીકાલે હડતાળ દરમિયાન કોઈપણ જાતની ઇમર્જન્સી સારવાર માટે કોઈપણ વ્યક્તિને રિક્ષાની જરૂર હશે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્રીમાં રિક્ષા સેવા પૂરી પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details