- રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટ વેવની આગાહી
- 18-19 માર્ચે હિટવેવની સ્થિતિ રહી શકે છે
- 13 શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી કરતાં વધુ
અમદાવાદ :ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે 18 અને 19 માર્ચે પોરબંદર, ગીર-સોમનાથમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થશે. એ સાથે જ આગામી 21 માર્ચે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, મહીસાગરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યના અનેક જિલ્લામાં આગામી બે દિવસોમાં બેવડી સિઝનનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૫ને પાર, હિટવેવ યલો એલર્ટ યથાવત
13 શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી કરતાં વધુ
રાજ્યના 13 શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી કરતાં પણ વધુ નોંધાયું હતું. જેમાં 40 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં 38.2 ડિગ્રી સાથે છેલ્લા બે વર્ષમાં માર્ચ મહિનામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ગત વર્ષે 31 માર્ચના રોજ 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.