ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: આરોપીનું પંચનામું કરવા ગયેલી પોલીસનો વીડિયો સરઘસ તરીકે વાયરલ થયો - અમદાવાદ પોલિસ

સોલા પોલીસે 2 દિવસ અગાઉ દારૂના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ આરોપી અગાઉ અનેક ગંભીર ગુનાઓ કરી ચૂક્યો હોવાના કારણે પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ સાથે મળીને આરોપીનું પંચનામું કરવા ગયા હતાં. ત્યારે માર્કેટ વિસ્તારમાં લોકોની ભીડ ભેગી થતાં સોશિયલ મીડિયામાં આરોપીનું સરઘસ કાઢ્યું હોવાનો વીડિઓ અને મેસેજ વાયરલ થયો હતો.

આરોપીનું પંચનામું કરવા ગયેલી પોલીસનો વીડિયો સરઘસ તરીકે વાયરલ થયો
આરોપીનું પંચનામું કરવા ગયેલી પોલીસનો વીડિયો સરઘસ તરીકે વાયરલ થયો

By

Published : Sep 12, 2020, 4:24 PM IST

અમદાવાદ: વિગતે વાત કરીએ તો સંજય દૂબે નામના આરોપીની પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોધાયેલાં છે. જે ગંભીર ગુનાનો આરોપી હોવાથી સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને સ્ટાફના માણસો પંચનામું કરવા ગયા હતાં. ત્યારે જે જગ્યાએ પંચનામું કરવાનું હતું ત્યાં બજાર પણ ભરાયેલું હતું જેથી લોકો પણ જોવા માટે ભેગા થયાં હતાં.

આરોપીનું પંચનામું કરવા ગયેલી પોલીસનો વીડિયો સરઘસ તરીકે વાયરલ થયો
પોલીસ દ્વારા આરોપીને પોતાની કાર્યવાહી કરીને લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં સરઘસ તરીકે વાયરલ થયો છે. જેથી આરોપીના પરિવાર દ્વારા કોર્ટમાં પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજાએ પણ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી અનેક ગંભીર ગુનાને અંજામ આપી ચૂક્યો છે જેથી પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને સાથે રાખીને પંચનામું કરવામાં આવી રહ્યું હતું ત્યારે આસપાસના લોકો એકઠા થયાં હતાં. પોલીસ દ્વારા કોઈ સરઘસ કાઢવામાં આવ્યું નથી.
અમદાવાદ: આરોપીનું પંચનામું કરવા ગયેલ પોલીસનો વિડીઓ સરઘસ તરીકે વાયરલ થયો

ABOUT THE AUTHOR

...view details