અમદાવાદઃ સમગ્ર દેશમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે દેશવાસીઓ અલગ અલગ રીતે દેશભાવના બતાવે છે, તેમજ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ સાથે જ ગાંધી જયંતિ આવે એટલે સ્વચ્છા ઝુંબેશના પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ બધા સાથે જ રહેણાંક વિસ્તારમાં પણ સ્વચ્છતાની નિયમિતતા ખૂબજ જરૂરી છે.
સ્વચ્છાગ્રહ માટેનો સંકલ્પ જ નાગરિકોની સાચી ગાંધી વંદના - અમદાવાદ અપડેટ્સ
ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એકદમ ઝડપથી વિકસી રહેલા જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રહેવાસીઓ દ્વારા સફાઇ ઝુંબેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફક્ત ગાંધી જયંતિના દિવસ પૂરતું જ નહીં, પરંતુ જ્યારે જરૂર પડશે ત્યારે તંત્રને સંપૂર્ણ સહકાર સાથે વિસ્તારને સ્વચ્છ રાખવા યુવાનો કટિબદ્ધ છે.
સ્વચ્છાગ્રહ હોય ત્યાં જ સુંદરતા અને સ્વાસ્થ્ય જળવાય છે. આ વિચાર સાથે રિક મુખરજી અને ટીમ દ્વારા શહેરના જગતપુર, ગોદરેજ ગાર્ડન સિટીના માર્ગો પરની ગંદકીને દુર કરવાની શરુઆત કરવામાં આવી છે. ફક્ત ગાંધી જયંતિના દિવસ પૂરતું જ નહીં, પરંતુ જ્યારે જરૂર પડશે ત્યારે તંત્રને સંપૂર્ણ સહકાર સાથે વિસ્તારને સ્વચ્છ રાખવા યુવાનો કટિબદ્ધ છે.
અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય ઝોનમાં વહેંચાયેલા વિસ્તારો સતત વધતા જ જાય છે, ત્યારે મહાનગરપાલિકાની સાથે નાગરિકોનો સ્વચ્છાગ્રહ સંકલ્પ જ તમામ વિસ્તારોની સુંદરતા વધારી શકે છે.