- વાડજથી પાલડી સુધીનો રૂટ બંધ રહેશે
- રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી વાડજ અને આશ્રમ રોડનો વૈકલ્પિક માર્ગ
- વડાપ્રધાન વિતાવશે અમદાવાદમાં એક દિવસ
અમદાવાદ: 12 માર્ચના રોજ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ, વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક રોડ તરીકે RTO સર્કલથી રાણીપ થઈ નવાવાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ તરફ જઈ શકશે. દાંડિયાત્રાને લઈ લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
યાત્રા આગળ વધતા પોલીસ દ્વારા ડાયવર્ઝન દૂર કરવામાં આવશે
અન્ય જાહેરનામા મુજબ બપોરે 11 વાગ્યાથી વાડજ સર્કલથી ઈન્કમટેક્સ બ્રિજ, નેહરુબ્રિજ, એલિસબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તાથી NID રોડ સંપૂર્ણપણે તથા જમાલપુર બ્રિજ નીચે થઈ બહેરામપુરા મેલડી માતા મંદિર રોડ તરફ થઈ દાણીલીમડા ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ પોલીસ દ્વારા ડાયવર્ઝન દૂર કરવામાં આવશે અને રોડ ખુલ્લા કરવામાં આવશે.
આ પણ વાંચો:આજે દાંડીયાત્રા દિનઃ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ અમદાવાથી શરૂ કરી દાંડી યાત્રા