- વેટમાંથી GSTમાં આવતા વેટની રકમ વેપારીઓને ભરવાની હતી
- CAIT દ્વારા વેરા સમાધાન યોજના અંતર્ગત ટેક્સ ભરવાની મુદ્દત વધારવાની માંગ
- ટેક્ય સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવા માટે કરવામાં આવી રહી છે માગ
અમદાવાદઃરાજ્યમાં હાલ એક સાથે બે મહામારી ચાલી રહી છે. જેમાં, પહેલી કોરોના અને બીજી મ્યુકરમાઈકોસીસને સમાવેશ થાય છે. આથી, સરકાર દ્વારા કોરોનાની મહામારીને કાબુ કરવા માટે સૌથી પહેલા સંપૂર્ણ લોકડાઉન અને ત્યારબાદ મીની લોકડાઉન જેવા વિવિધ રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. જોકે, ડોક્ટર્સ પણ લોકડાઉનનો સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે ધંધાર્થીઓની કમર તુટી જાય છે. આ ઉપરાંત, સરકારની મોટા ભાગની આવક પણ વેપારીઓ અને ધંધાર્થીઓ જ છે.
વેરા સમાધાન યોજનામાં વેપારીઓ દ્વારા મુદ્દત વધારાની માંગ આ પણ વાંચો:બનાસકાંઠા: જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો થતા વેપારીઓએ કરી ધંધા શરૂ કરવાની માગ
સરકાર દ્વારા ટેક્સમાં માફી ન અપાઈ
"કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લગાવવામાં આવેલા લોકડાઉનમાં વેપારીઓના ધંધાઓ અને દુકાનો બંધ થઇ ગયા છે. આમ છતાં, મીની લોકડાઉનમાં સરકાર દ્વારા ટેક્સમાં કોઇ પણ જાતની માફી આપી નથી. ત્યારે, CAIT (Confederation of All India Traders) દ્વારા વેરા સમાધાન યોજના અંતર્ગત વેપારીઓ દ્વારા ભરવામાં આવતા ટેક્સની મુદ્દતમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ મુદ્દતને સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવા રજૂઆત પણ કરવામાં આવી છે." -હર્ષદ ગીલીટવાલા (ઉપપ્રમુખ, ગુજરાત CAIT)
વેરા સમાધાન યોજનામાં વેપારીઓ દ્વારા મુદ્દત વધારાની માંગ
વેરા સમાધાન યોજના છે શું ?
"વેરા સમાધાન યોજનામાં પહેલા વેટનો કાયદો હતો. ત્યારબાદ, દેશમાં GSTનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. પહેલા વેટના સમયમાં પણ વેપારીઓને વેરો ભરવાનો હોય છે. જેમાં બાકી રહી ગયેલા વેપારીઓ માટે સરકાર દ્રારા વેરા સમાધાન યોજના લાગુ કરવામાં આવી હતી. પહેલા CAIT દ્વારા રજૂઆત કરતા અધિકારી અને કમિશ્નર દ્વારા મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. સમગ્ર સિસ્ટમ વેટમાંથી GSTમાં પરિવર્તન થઇ હતી. જે અંતર્ગત, કેટલાક વેપારીઓ આ સમાધાન યોજનામાંથી બાકાત રહી ગયા હતા. આછથી, તેમના માટે ફરીથી રજૂઆત કરવામાં આવી છે." -હર્ષદ ગીલીટવાલા (ઉપપ્રમુખ, ગુજરાત CAIT)
વેરા સમાધાન યોજનામાં વેપારીઓ દ્વારા મુદ્દત વધારાની માંગ આ પણ વાંચો:વેપારીઓની માંગ: સરકાર સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરે અથવા તો બજારો ખુલ્લાં કરવા પરવાનગી આપે
વેરા સમાધાન યોજનામાં વેપારીઓને શુ ફાયદો ?
"આ વેરા સમાધાન યોજનામાં જે વેપારીઓને વર્ષ 2016-17 અને 2017-18ના એસેસમેન્ટ ઓર્ડર પ્રમાણે 31 માર્ચ 2021 પહેલા વેરો ભરી દેવાનો હોય છે. આ યોજનાનો વેપારી જો લાભ મેળવે તો તેમને પેનલ્ટીમાં રાહત આપવામાં આવે છે. પરંતુ, કોરોનાની મહામારીમાં ઘણા વેપારીઓનો વેરો ભરવાનો બાકી રહી ગયો છે. તેથી આ યોજના સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવામાં આવે તો વેપારીઓને મોટી રાહત મળી રહેશે." -હર્ષદ ગીલીટવાલા (ઉપપ્રમુખ, ગુજરાત CAIT)
વેરા સમાધાન યોજનામાં વેપારીઓ દ્વારા મુદ્દત વધારાની માંગ
શા માટે વેપારીઓ કરી છે મુદ્દત વધારાની માગ?
"છેલ્લા 17થી 18 મહિનામાં દુકાનો માંડ 18 દિવસ પણ ખુલ્લી રહી નથી. વેપારીઓ વેરા માફીની માગણી કરી રહ્યા નથી. ધંધામાં કમાણી નથી. દુકાનોના ભાડા, લોનના હપ્તા, કર્મચારીઓના પગાર, ઘરના ખર્ચા પણ માંડ માંડ નીકળી રહ્યા છે. ત્યારે, સરકારમાં જે વેરો ભરવાનો આવે છે, તેમની મુદ્દત પૂર્ણ થતા વ્યાજ અને પેનલ્ટી ભરવાની હોય છે. વેપારીઓ દ્વારા સરકાર પાસે માત્ર વ્યાજ અને પેનલ્ટી માફ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. વેરા વેપારીઓ ભરવા માટે તૈયાર જ છે. પરંતુ, તેમાં મુદ્દતમાં વધારો કરવા સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે." -હર્ષદ ગીલીટવાલા (ઉપપ્રમુખ, ગુજરાત CAIT)