અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમા તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે સાંજ સુધીમાં કોરોનાના નવા 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી પોઝિટિવ કેસની સંખ્યા 2000 પર પહોંચી છે. નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. આ સાથે જ અમદાવાદ જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવનો આંકડો 400ને વટાવી ગયો છે.
અમદાવાદ ગ્રામ્ય કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2000
- ધોળકા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 466
- સાણંદ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 450
- દસક્રોઈ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 305
- બાવળામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 233
- ધંધુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 167
- વિરમગામમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 232
- માંડલમાંકોરોના પોઝિટિવ કેસની સંખ્યા 82
- અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાને કારણે 58 મોત
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 466 અને સાણંદમાં 452 નોંધાયા છે, જે કુલ કેસના લગભગ 50 ટકા જેટલું થાય છે. દસક્રોઈ 305 બાવળામાં 233 કેસ નોંધાયા છે. હવે કોરોનાનું મૂળ ધોળકા અને સાણંદમાં ફેલાઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાન ધંધુકા 167 વિરમગામ 232, બાવળા -233 અને માંડલ તાલુકામાં કોરોનાના 82 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી 58 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.