ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1477 પર પહોંચ્યો

અમદાવાદ શહેર બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં ગુરુવારે સાંજ સુધીમાં કોરોનાના નવા 23 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી કુલ પોઝિટિવ કેસનો આંકડો વધીને 1477 થયો છે. અમદાવાદ જિલ્લાના 2 તાલુકા ધોળકા અને સાણંદમાં કોરોના પોઝિટિવનો આંકડો વધીને 300ને પાર પહોંચ્ય છે.

ETV BHARAT
અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1477 પર પહોંચ્યો

By

Published : Aug 14, 2020, 3:31 AM IST

અમદાવાદ: જિલ્લાના ધોળકા અને સાણંદ તાલુકામાં 370 અને 346 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત દસ્ક્રોઈ તાલુકામાં 246 કેસ નોંધાયા. આ સાથે જ જિલ્લામાં 58 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

બાવળામાં પણ 159 કેટલાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરની આસપાસ આવેલા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસનું પ્રમાણ વધ્યુ છે, જ્યારે શહેરથી થોડે દૂર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હજૂ પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ઓછો છે.

અમદાવાદ ગ્રામ્યમાં 1.40 લાખ જેટલા લોકોનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી સ્થિતિ ન બગડે એના માટે 87 હજાર ઘરોનું સેનિટેઝન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details