ગુજરાત

gujarat

ETV Bharat / city

રથયાત્રા પહેલાં આવ્યા ચિંતાજનક સમાચાર, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક - Jagannath Rath Yatra 2022

અમદાવાદમાં આવતા મહિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) યોજાવાની છે. ત્યારે આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ગુજરાતમાં બ્લાસ્ટની ધમકી (Ahmedabad Rathyatra Blast Threat) આપી હોવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

Ahmedabad Rathyatra 2022: રથયાત્રા પહેલાં આવ્યા ચિંતાજનક સમાચાર, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક
Ahmedabad Rathyatra 2022: રથયાત્રા પહેલાં આવ્યા ચિંતાજનક સમાચાર, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક

By

Published : Jun 9, 2022, 10:49 AM IST

Updated : Jun 9, 2022, 11:17 AM IST

અમદાવાદ :અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ (Ahmedabad Rathyatra 2022) ચાલી રહી છે. ત્યારે આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ગુજરાતમાં બ્લાસ્ટની (Ahmedabad Rathyatra Blast Threat) ધમકી આપી છે. જોકે, રથયાત્રામાં બ્લાસ્ટની ધમકીને ધ્યાને લઈ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક (Security agencies alert) થઈ છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત તમામ IB પણ એલર્ટ થયું ગયું છે. હાલ અલ-કાયદા દ્વારા આપવામાં આવેલી ધમકી ક્યાંથી આવી છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જાહેર સ્થળોએ પોલીસે ખાનગી કપડાના ચેકીંગ રાઉન્ડ ધ ક્લોક પણ શરૂ કર્યું છે.

આ પણ વાંચો :અમદાવાદમાં આ વર્ષે ભક્તો માટે યોજાશે રથયાત્રાઃ કમિશ્નર સહિત અધિકારીઓએ કર્યુ નિરિક્ષણ, આ વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ

અગાઉ ક્યાં ક્યાં ધમકીઓ આપી -હાલ ગુજરાતમાં તો રથયાત્રાને લઈને ધમકી તો મળી છે. પરંતુ, અગાઉ પણ આતંકી સંગઠન અલ-કાયદાએ દિલ્હી, મુંબઈ, ઉત્તરપ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી હતી. આ ઉપરાંત એમ પણ કહ્યું હતુ કે, ગુજરાત, દિલ્હી, મુંબઇ અને ઉત્તરપ્રદેશમાં ભગવાધારીઓનો અંત લાવીશું.

આ પણ વાંચો :Jagannath Rath Yatra 2022 : જગન્નાથ રથયાત્રામાં ભક્તોને મળશે નવુ નજરાણું, તડામાર તૈયારીઓ થઈ ચાલુ

પોલીસનો ધમધમાટ શરુ - એક તરફ રાજકીય માળખુ તો બીજી તરફ ધાર્મિક આસ્થા વચ્ચે હવે આંતકી સંગઠન (Al Qaeda threat) બ્લાસ્ટની ધમકીઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં હર્ષ સાથે રથયાત્રામાં (Ahmedabad Rathyatra 2022) ઉમંગ નહતો જોવા મળ્યો. ત્યારે આ પ્રમાણેની ધમકી અલ-કાયદા દ્વારા સામે આવતા ભયનો માહોલ ફેલાયો છે. જોકે, રાજ્યની પોલીસે ધમકી ક્યાંથી આવી અને સુરક્ષાને લઈન તપાસની (Blast threat in Gujarat) દોટ મુકી દીધી છે.

Last Updated : Jun 9, 2022, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details