● આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ
● અમેરિકા સહિત અનેક દેશોમાં પરિભ્રમણ કરી ગંગાજળથી ભરેલાં નિધિ કળશનું મહાપૂજન થયું
● શતચંડી મહાયજ્ઞ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદઃ મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા ( The tallest temple in the world ) ભવ્ય મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે. જેમાં શતચંડી મહાયજ્ઞ, 31000 (31 હજાર) દીવાઓનો દીપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે કાર્ય પ્રારંભ સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) ઉપસ્થિત રહેશે.
શતચંડી મહાયજ્ઞ
વિશ્વ ઉમિયાધામ (Commencement of construction work of Umiyaji temple) નિર્માણ કાર્યના શુભપ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લીધો હતો. શાસ્ત્રો અનુસાર 10 નવચંડી યજ્ઞનું ફળ એક શતચંડી મહાયજ્ઞમાં મળે છે.
31000 દીવાનો દીપોત્સવ
જાસપુર ખાતે નિર્માણાધીન મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31000 દીવા પ્રગટાવી દીપોત્સવની ઉજવણી કરાશે. વિશેષરૂપે દીપોત્સવમાં 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો 31000 દીવા પ્રગટાવશે.