- દાંડી યાત્રાની 91મી જયંતિ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી અમદાવાદની મુલાકાતે
- અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા ગાંધીજીની પ્રતિમાને પણ સફાઈ
અમદાવાદઃ દાંડી યાત્રાની 91મી જયંતિની શરૂઆત થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. તો સાથે જ શહેરના તમામ વિસ્તારોને જે જગ્યાએ આ પ્રકારનો રસ્તો છે. તે આગળ ચોક્કસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો તમામ તૈયારીઓને પૂર્ણતાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા ગાંધીજીની પ્રતિમાને પણ સફાઈ કરી વ્યવસ્થિત કરી દેવામાં આવી હતી.
ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પણ વ્યવસ્થિત કરાઇ
ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા ગાંધીજીની પ્રતિમા વર્ષો જૂની છે અને આ પ્રતિમાં પાસે કોઈ પણ રાજકીય પાર્ટીની રેલી નીકળતી હોઇ છે, ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ જરૂરી અને મહત્વનો વિસ્તાર છે. અમદાવાદ શહેરમાં અને ગાંધી દાંડી યાત્રાનું પ્રસ્થાન વડાપ્રધાન મોદી કરાવી રહ્યા છે, ત્યારે ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલા આ ગાંધીજીની પ્રતિમાને પણ વ્યવસ્થિત કરી દેવામાં આવી છે. સાથે જ ઈતિહાસ ધરાવતી આ ગાંધીજીની પ્રતિમાને ગંદકીના રહે તે માટેનો કોર્પોરેશન દ્વારા ચોક્કસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે.