- રાજ્યમાં 61 દિવસ બાદ કોરોનાના કેસનો આંકડો 1 હજારની નીચે
- 24 કલાકમાં 960 કોરોના કેસ નોંધાયા પણ હજી પણ સાવધાની જરૂરી
- રાજ્યના લોકો સચેત નહીં રહે તો હજી પણ કોરોનાની સ્થિતિ વણસી શકે છે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસના દિવસ દરમિયાન નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 61 દિવસના લાંબા ગાળા બાદ કોરોનાના 1 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાના ચેપમાં 960 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,36,259એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીના મોત થતા કૂલ મૃત્યુઆંક 4241એ પહોંચ્યો છે. જ્યારે 1268 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે, ગુજરાતનો રિકવરી રેટ અત્યારે 93.28 ટકા છે. ત્યાં જ રાજ્યમાં 54,612 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં ક્યાં કેટલા કોરોના વાઈરસના કેસ નોંધાયા?
અમદાવાદ કોર્પોરેશન 204, સુરત કોર્પોરેશન 124, વડોદરા કોર્પોરેશન 102, રાજકોટ કોર્પોરેશન 96, વડોદરા 33, કચ્છ 31, બનાસકાંઠા 26, રાજકોટ 26, સુરત 26, પંચમહાલ 24, ગાંધીનગર 22, મહેસાણા 21, ગાંધીનગર કોર્પોરેશન 18, દાહોદ 17, ખેડા 16, જુનાગઢ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 14, આણંદ 13, ભરૂચ 11, અમરેલી 10, ગીર સોમનાથ 10, સાબરકાંઠા 10, સુરેન્દ્રનગર 10, જામનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, મોરબી 9, મહીસાગર 8, અમદાવાદ 7, પાટણ 7, અરવલ્લી 6, જામનગર 6, ભાવનગર 5, બોટાદ 4, નર્મદા 4, પોરબાંદર 3, દેવભૂમિદ્વારકા 2, છોટાઉદેપુર 1, વલસાડ 1, ડાંગ કેસ સામે આવ્યા છે.