ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી પ્રમાણે 25મી ઓગસ્ટના 6:00ની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 242 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં રાજ્યના 10 તાલુકાઓમાં ચાર ઇંચથી નવ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નવ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં સાત ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત ભાણવડમાં જામજોધપુર રાધનપુર-સાંતલપુર અને ધોરાજીમાં પણ મેઘમહેર જોવા મળી હતી.
રાજ્યના 49 તાલુકાઓમાં બેથી ચાર ઈચ વરસાદ નોંધાયો છે. જેમાં જામકંડોરણા, સમી, વડીયા, સિદ્ધપુર, મોરબી, મુન્દ્રા, રાપર, જેતપુર, લીલીયા, દિયોદર, દશાડા, કલ્યાણપુર, ગાંધીધામ, ઉપલેટા, થાનગઢ, મૂળી દ્વારકા, શંખેશ્વર, કોટડાસાંગાણી, વાંકાનેર, હારીજ, સાયલા, બગસરા, ભેસાણ, બારડોલી, ભચાઉ, ચોટીલા, ચૂડા, અંજાર, રાજકોટ, માંડવી, જામનગર જેવા તાલુકાઓનો સમાવેશ થાય છે.