ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના સહાયક: રાજ્ય સરકારે કહ્યું- MBBSના વિદ્યાર્થીઓની પરીક્ષા 6 મહિના પછી લેવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત NHL અને L.G. મેડિકલ કોલેજમાં MBBS પાર્ટ -1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના સહાયક તરીકે જોડાવા મુદ્દે દાખલ કરાયેલી રિટ મુદ્દે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ સમક્ષ રાજ્ય સરકારે જણાવ્યું કે, વિદ્યાર્થીઓની પરીક્ષા 6 મહિના પછી લેવાશે.

state-government-said-mbbs-students
રાજ્ય સરકારે કહ્યું MBBSના વિધાર્થીઓની પરીક્ષા 6 મહિના પછી લેવાશે

By

Published : Aug 19, 2020, 9:07 PM IST

અમદાવાદઃ NHL અને LG મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના સહાયક તરીકે જોડાવા ડીન દ્વારા પાડવામાં આવેલી નોટિસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે અગાઉ આગામી આદેશ સુધી રાજ્ય સરકારને કોઈપણ પ્રકારના પગલા ન લેવાનો આદેશ કર્યો હતો.

રાજ્ય સરકારે કહ્યું MBBSના વિદ્યાર્થીઓની પરીક્ષા 6 મહિના પછી લેવાશે

હાઇકોર્ટમાં વિદ્યાર્થીઓ તરફથી દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાતની ૨૨ પૈકી માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત 2 મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક કોરોના સહાયક તરીકે જોડાવા માંગે છે અને કોરોના સહાયક તરીકે જોડાઈ નહીં તો તેમની સામે એપિડેમિકના ભંગ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

આ અંગે વિદ્યાર્થીઓને પાડવામાં આવેલી શો-કોઝ નોટિસ પણ વિદ્યાર્થીઓએ કોર્ટમાં રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, યુનિની પરીક્ષામાં હવે માત્ર ચારથી છ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે તેઓ કોઇ પણ પ્રકારે જોડાઈ શકે નહીં.

ABOUT THE AUTHOR

...view details